GSTV
Home » News » Vivo Y91i ભારતમાં લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

Vivo Y91i ભારતમાં લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

વીવોએ શુક્રવારે પોતાના એક નવા સ્માર્ટફોન Vivo Y91iને ભારતમાં લૉન્ચ કર્યો છે. શરૂઆતમાં આ સ્માર્ટફોન ઑફલાઇન સ્ટોર પર ઉપલબ્ધ થશે. તેની ખાસ વાત એ છે કે તેમાં 6.22 ઇંચ એચડી પ્લસ ડ્યૂડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે. ભારતમાં તેની કિંમત 7,990 રૂપિયા છે. આ કિંમત તેના 16 જીબી સ્ટોરેજ વેરિએન્ટની છે. સાથે જ તેના 32જીબી સ્ટોરેજની કિંમત 8,490 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

આ સ્માર્ટફોનમાં ફ્યૂઝન બ્લેક અને ઓશિયન બ્લૂ કલર ઓપ્શન મળશે. હાલ તેની જાણકારી મળી નથી કે ઓનલાઇન સ્ટોર પર આ સ્માર્ટફોન ક્યારે ઉપલબ્ધ થશે.

Vivo Y91iના ફિચર્સ

ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ વાળો Vivo Y91i એન્ડ્રોઇ 8.1 ઓરિયો બેઝ્ડ ફનટચ OS 4.5 પર કામ કરે છે. તેમાં 19:9 રેશિયો સાથે 6.22 ઇંચ એચડી પ્લસ ફુલ ઇન સેલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2જીબી રેમ સાથે ઓક્ટા કોર મીડિયા ટેક હિલિયો પી22 પ્રોસેસર છે.

ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં એલઇડી ફ્લેશ પણ છે. તેના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરા સેલ્ફી માટે આપવામાં આવ્યો છે.

Vivo Y91iની ઇન્ટરનલ મેમરી 16GB/32GBની આપવામાં આવી છે. તેને કાર્ડની મદદથી વધારી શકાય છે. કનેક્ટિવીટી માટે અહીં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ v5.0, GPS/ A-GPS, FM રેડિયો, માઇક્રો-USB અને એક 3.5mm હેડફોન જેકનો સપોર્ટ છે. આ સ્માર્ટફોનમાં 4,030mAhની બેટરી છે.

Read Also

Related posts

SOTY-2 અને કલંક જેવી ફિલ્મો બનાવનાર કરણ જોહરનો હજુ એક ડ્રીમ પ્રોજેક્ટ બાકી છે, આતો સારૂ છે કે હાલ કામ ખોરંભે પડ્યું

Arohi

આજે વતનમાં વડાપ્રધાન : માતા હિરાબાના લેશે આશિર્વાદ, ભાજપ દ્વારા મનાવાશે વિજયોત્સવ

Mayur

ડાંગના જંગલમાં એક જ સ્થળે થાય છે 23 જાતની દુર્લભ જંગલી કેરીઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!