GSTV

ડ્યુઅલ રિયર કેમેરાની સાથે Vivo Y91 થયો લૉન્ચ, કિંમત જાણશો તો લેવાનું થશે મન

ચીની સ્માર્ટફોન મેકર Vivoએ Y સીરીઝનો વિસ્તાર કરીને એક નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. Vivo Y91 ભારતમાં અહીં ઉપલબ્ધ છે અને આ બજેટ સ્માર્ટફોન છે, જે Redmi 6 Proને ટક્કર આપશે. આ નવા સ્માર્ટફોનની કિંમત 10,990 રૂપિયા. આ ફોનને ફક્ત એક જ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 2GB રેમની સાથે 32GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

Vivo Y91 અહીં બે કલર વેરિએન્ટ્સ- સ્ટ્રે બ્લેક અને ઓશન બ્લૂમાં મળશે. જેને ગ્રાહક એમેઝોન ઈન્ડિયા, પેટીએમ મૉલ, વીવો ઈ સ્ટોર પરથી ખરીદી શકાય છે. જોકે, આ ફોનને કંપની પાર્ટનર સ્ટોર્સ પર ઑફલાઇન પણ વેચશે. આ બજેટ સ્માર્ટફોનની ખાસિયત તેમાં આપવામાં આવેલી બેજલ લેસ ડિસ્પ્લે અને ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે.

Vivo V91ની સાથે કંપની ઑફર્સ પણ આપી રહી છે. જે હેઠળ 4000 રૂપિયા સુધીના ફાયદા થશે. રિલાયન્સ જિયો તરફથી 3TB સુધીનો ડેટા મળશે, જ્યારે 2000 રૂપિયાનુ કેશબેક અને 240GB ડેટા સામેલ છે. એક્સ્ચેન્જ ઓફર પર 500 રૂપિયા એડિશનલ ઑફ મળશે. કંપની આ ફોન પર નો કૉસ્ટ ઈએમઆઈ પણ આપી રહી છે. જોકે, No cost EMI માટે તમારે 6 મહિના સુધી જ EMI લેવી પડશે.

Vivo V91ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.22 ઈંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન બેજલ લેસ છે અને તેમાં વૉટર ડ્રૉપ સ્ટાઇલ નૉર્ચ આપવામાં આવી છે. તેમાં MediaTek Helio P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 3GB રેમની સાથે 32GBની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Android 8.1 Oreo બેસ્ડ Funtouch OS 4.5 આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની બેટરી 4030 mAhની છે. આ પ્રાઇસ રેન્જના હિસાબથી પાવરફુલ છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા મેમરી વધારીને 256GB સુધી કરી શકાય છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમવાળો છે.

ફોટૉગ્રાફી સેગ્મેન્ટની વાત કરીએ તો તેમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાંથી એકમાં 13 મેગાપિક્સલનો છે, જેનો અપર્ચર f/2.2 છે, જ્યારે બીજો 2 મેગાપિક્સલનો છે, જેનો અપર્ચર f/2.4 છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરામાં એડિશનલ એડિટ ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ફેસ બ્યૂટી, ટાઇમ લેપ્સ, પામ કેપ્ચર, પોટ્રેટ મોડ, સ્લો મોશન અને વાયર કંટ્રોલ સામેલ છે.

આ સ્માર્ટફોનને લૉન્ચ કરીને વીવો ઈન્ડિયાના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ જેરોમ શેને કહ્યું છે, ‘અમે દરેક પ્રાઇસ સેગ્મેન્ટમાં ગ્રાહકની ડિમાન્ડ ફુલફિલ કરવાને લઇને કમિટેડ છે અને અમે Y સિરીઝ પોર્ટફોલિયોમાં નવા સ્માર્ટફોનમાં એડ કર્યો છે. આ 12Kની કેટેગરીમાં છે અને આ સ્માર્ટફોન યંગ ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. જેમાં લેટેસ્ટ ટેક્નૉલોજી આપવામાં આવી છે. જે યુવાન ગ્રાહક માટે. અમૂક ઇનોવેટિવ ફીચર્સ પણ છે અને કિંમત આક્રમક રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!