ચીની સ્માર્ટફોન કંપની Vivoએ પોતાના બે સ્માર્ટફોન્સની કીમત ઓછી કરી છે. આ સ્માર્ટફોન્સ – Vivo Y91 અને Vivo Y91i છે. પહેલા સ્માર્ટફોનને 1500 રૂપિયા ઓછામાં એટલે કે 6990 રૂપિયામાં ખરીદી શકે છે. જ્યારે Vivo Y91iને તમે 8490 રૂપિયામાં ખરીદી શકો છો.
Vivo V91 ના 2GB રેમ અને 32જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 8990 રૂપિયા હતા પરંતુ હવે કીંમત ઓછી થયા પછી તમે તેને આ 8490 રૂપિયામાં મળશે. તેને ઈ-કોમર્સ વેબસાઈટ Amazon, Flipkart, Paytm અને વીવોની ઓફિશિયલ ઈ-સ્ટોર વેબસાઈટથી ખરીદી શકો છો.


Vivo Y91iના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.2 ઈન્ચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન્સમાં MeidaTek Helio P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 2જીબી રેમ છે. સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 13 મેગાપ્કિસ્લનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સેલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના બે વેરિએન્ટ છે. એક વેરિએન્ટમાં 16 જીબીની સ્ટોરેજ છે જ્યારે બીજામાં 32 જીબીની મેમોરી છે.

Vivo Y91માં 6.22 ઈન્ચ ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેઆ આપવામાં આવ્યો છે. તેમાં MediaTek Helio P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. પ્રાઈમરી લેન્સ 13 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનમાં 32જીબીની ઈન્ટર્નલ સ્ટોરેજ છે જેને ઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકીએ છીએ. કનેક્ટિવિટી માટે આ સમાર્ટફોનમાં 4જી, વાઈફાઈ, બ્લૂટુથ સાથે માઈક્રો યૂએસબી પોર્ચ જેવા સ્ટાન્ડર્ડ ફિચર ઉપલ્બ્ધ છે. આ સ્માર્ચફોનમાં રિયર ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે.
READ ALSO
- હવે Dettolથી પણ તપાસી શકશો pregnancy test, જાણો કેવી રીતે જાણી શકાશે તેનું રિઝલ્ટ
- હોસ્પિટલના વોર્ડબોયનું કોરોના રસી લીધા બાદ મોત : સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો આ ખુલાસો, પરિવારનો વેક્સિનથી મોતનો આક્ષેપ
- અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત
- શું સાચે જ ચંદ્ર પરની જમીન ખરીદી શકાય છે? સસ્તી કિંમતે લોકો કરી રહ્યાં છે પ્લૉટ્સની બુકિંગ…
- ચેતવણીરૂપ કિસ્સો/ કપડાંની જેમ નવા સીમ સાથે નવી યુવતી બદલતો, 50 યુવતીઓનું શોષણ કરી બગાડી જિંદગી