Vivoના આ બે ધાકડ સ્માર્ટફોન થયાં સસ્તા, રૂપિયા 7,999થી નવી કિંમત શરૂ

ભારતમાં વીવોના બે સ્માર્ટફોનની કિંમત ઘટાડવામાં આવી છે. આ સ્માર્ટફોન Y સીરીઝના Vivo Y81 અને Y71i છે. આ બંને સ્માર્ટફોન્સની કિંમતમાં તાજેતરમાં જ એક હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Vivo Y81ના 3 GB રેમ મોડેલની કિંમત હવે 10,990 રૂપિયા થઇ ગઇ છે. તેવામાં 4GB રેમના મૉડેલની કિંમત હવે ઘટીને 12,490 રૂપિયા થઇ છે.  બીજીબાજુ Vivo Y71iની વાત કરે તો તેનું વેચાણ હવે ભારતમાં 7,990 રૂપિયામાં થશે. Vivo Y81 અને Vivo Y71i ગોલ્ડ અને મેટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

હવે ગ્રાહકો આ નવી કિંમતો ફ્લિપકાર્ટ, એમેઝોન અને વીવોના સત્તાવાર ઇ-સ્ટોર પર જોઇ શકે છે. લૉન્ચ સમયે Vivo Y81ના 4જીબી વેરિએન્ટની કિંમત 13,490 રૂપિયા હતી જ્યારે Y71iની કિંમત 8,990 રૂપિયા હતી.

Vivo Y81ના સ્પેસિફિકેશન્સ

  • 6.22 ઇંચની HD+ નૉચવાળી ડિસ્પ્લે
  • ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસથી પ્રોટેક્ટેડ છે
  • 3 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
  • 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા
  • 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
  • મીડિયાટેક MT6762 પ્રોસેસર
  • 3260 mAhની બેટરી

Vivo Y81ની ખાસિયત તેનો લૂક છે. આથી ઓછી કિંમતમાં આઇફોન જેવો લૂકવાળો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા લોકોને ફોન પસંદ આવી શકે છે. જો તમે પરફોર્મન્સ બેઝ્ડ અને સારા કેમેરાવાળો ફોન શોધી રહ્યા છો આ ફોન તમારા માટે નથી. મિડરેન્જમાં ઓપ્પો રિયલમી 1, આસુસ ઝેનફોન મેક્સ પ્રો-1, શાઓમી રેડમી નોટ 5, રેડમી નોટ 5 પ્રો સારું પરફોર્મન્સ અને કેમેરાવાળા સ્માર્ટફોન્સ છે.

Vivo Y71iના સ્પેસિફિકેશન્સ

ડ્યુઅલ સિમ વાળો સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓરિયો બેઝ્ડ Funtouch OS 4.0 પર કામ કરે છે. તેમાં 2જીબી રેમ તથા 16 જીબી સ્ટોરેજ છે. સાથે જ તેમાં ક્વૉડ કોર SD 425 પ્રોસેસર છે. આ સ્માર્ટફોનના બેકમાં 8મેગાપિક્સલનો કેમેરા અને ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરા છે. તેમાં 3360mAhની બેટરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter