GSTV

વીવોએ લોન્ચ કર્યો લો બજેટ Vivo Y52 5G સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને કિંમત

Vivo Y52 5G

Last Updated on May 19, 2021 by Bansari

5G સ્માર્ટફોનની વધી રહેલી લોકપ્રિયતાને જોતા વીવો કંપની બેક-ટૂ-બેક ફોન લોન્ચ કરી રહી છે. કંપનીએ સસ્તા 5G ફોનના ચાહકો માટે એક સારો હેન્ડસેટ લોન્ચ કર્યો છે. વીવોએ પોસાય તેવા સ્માર્ટફોન તરીકે લેટેસ્ટ Vivo Y52 5G લોન્ચ કર્યો છે. કંપનીએ Vivo Y72 5G સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે અને બંને ફોનની ડિઝાઈન અને કેટલાક ફિચર્સ એક સમાન જ છે. Vivo Y72 5Gને મૂળરીતે આ વર્ષે માર્ચમાં થાઇલેન્ડમાં લોન્ચ કરાયો હતો.

Vivo Y52 5G

Vivo Y52 5Gની ડિઝાઇન સ્લિક છે અને તે 5,000mAhની બેટરી સાથે આવે છે. આ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, ડ્યુઅલ-સિમ સપોર્ટ, એક્સપેન્ડેબલ સ્ટોરેજ સાથે આવે છે અને એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ ફનટસ ઓએસ પર ચાલે છે.

જાણો કેમ ખાસ છે Vivo Y52 5G સ્માર્ટફોન

ડ્યુઅલ સિમ (નેનો) Vivo Y52 5G એન્ડ્રોઇડ 11 પર આધારિત ફનટચ ઓએસ 11.1 પર ચાલે છે. તેમાં 6.58 ઇન્ચની ફુલ એચડી (1,080×2,408 પિક્સલ) ડિસ્પ્લે છે. આ મીડિયાટેક ડાઇમેન્સિટી 700 પ્રોસેસર દ્વારા ચાલે છે અને 4જીબી રેમ સાથે 128જીબી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

કેમેરાના સંદર્ભમાં Vivo Y52 5G એક ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં ઓટોફોકસ સાથે 48 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 2 મેગાપિક્સલનો બોકેહ લેન્સ સામેલ છે. ફ્રન્ટમાં એક 8 મેગાપિક્સલ સેલ્ફી શૂટર હોવાની સંભાવના છે, જે નોચમાં સ્થિત છે.

Vivo Y52 5G પર કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, 3.5 મિમી હેડફોન જૈક અને ચાર્જિંગ માટે એક યૂએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. ફોનમાં 5,000mAhની બેટરી છ, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Vivo Y52 5G

વીવોએ અત્યાર સુધી Vivo Y52 5Gની કિંમત અને ઉપલબ્ધતા શેર નથી કરી. તેને 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના ‘મોટા ભાઈ’ એટલે Vivo Y72 5Gની કિંમત EUR 299 (અંદાજે 26,700 રૂપિયા) છે. ઉલ્લેખનીય છે આ બંને જ સ્માર્ટફોનને હાલ યૂરોપમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

પહેલા ગાયનો ખોળોભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ, વાંચો શું છે આ અનોખો મામલો

Vishvesh Dave

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!