GSTV

128 GB સ્ટોરેજ સાથે Vivo Y31 મોબાઈલ ફોન થયો ભારતમાં લોન્ચ, અહીંયા જાણો કિંમત અને ફીચર્સ

Vivo ઈંડિયાએ પોતાના સ્માર્ટફોન Vivo Y31 ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. Vivo એ આ નવા સ્માર્ટફોનને ભારતમાં 6B રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં મેમરી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. Vivo Y31 માં 48 મેગાપિક્સલ AI રિયર કેમરા અને એન્ડ્રોયડ 11 બેસ્ડ કલર ઓએસ આપવામાં આવ્યો છે. VIVO નો આ ફોન રેસિંગ બ્લેક અને ઓશન બ્લૂ કલરમા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તો આવો તમને જણાવીએ કે, VIVO V31 ની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે બધુ…

Vivo Y31 ની કિંમત

હેન્ડસેટને દેશમાં 20 હજાર રૂપિયથી ઓથી કેટિગિરીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Vivo Y31 સ્માર્ટફોનની કિંમત 16,490 રૂપિયા રાખવામાં આવી છે. હેન્ડસેટને દેશભરના પાર્ટનર રિટેલ સ્ટોર સિવાય Vivo ઈંડિયા-ઈ સ્ટોર, એમેજોન, ફ્લિપકાર્ટ અને પેટીએમથી ખરીદી શકાય છે.

સ્પેસિફિકેશન્સ

ફોનમાં 6.58 ઈંચની ફુલ એચડી પ્લાસ LED આઈપીએસ ડિસ્પ્લે છે, જેનું રિજોલ્યૂશન 2408×1080 પિક્સલ છે. તે સિવાય ફોનમાં Qualcomm Snapdragon 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Vivo Y31 એન્ડ્રોયડ 11 બેસ્ડ કલરઓએસ 11 પર ચાલે છે.

કેમરા

કેમરાની વાત કરીએ તો VIvo ના આ ફોનમાં 48MP નો AI ટ્રિપલ રિયર કેમરા સેટઅપ છે. જેમાં મેન લેંસ 48MP નો છે, બીજો લેંસ 2MP નો અને ત્રીજો લેંસ 2MPનો છે. સેલ્ફી માટે ફોનમાં 16MP નો ફ્રંટ કેમરો આપવામાં આવ્યો છે. કેમરાની સાથે નાઈટ, પોટ્રેટ, લાઈવ ફોટો, સ્લો મોશન જેવા ફીચર્સ મળશે. હેન્ડસેટમાં ફિંગરપ્રિંટ સેંસર પણ હાજર છે.

કનેક્ટિવિટી

Vivo Y31 માં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0, Wi-Fi, GPS, USB ટાઈપ-સી, FM રેડિયો, ગ્લોનાસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તે સિવાય એક્સીલેરોમીટર, એમ્બિયંટ લાઈટ સેંસર, ઈ-કંપાસ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!