GSTV
Home » News » vivoએ 5000mAh ની બેટ્રી સાથે લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, ફિચર્સ જોઇને થઇ જશો ખુશ

vivoએ 5000mAh ની બેટ્રી સાથે લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, ફિચર્સ જોઇને થઇ જશો ખુશ

ચીનની સ્માર્ટ ફોન બનાવતી કંપની Vivoએ ચીનમાં પોતાનો એક નવો સ્માર્ટફોન Vivo Y3ને લોન્ચ કર્યો છે. Vivo Y3ની ખાસીયતોની વાત કરીએ તો આ ફોનમાં તમને ટ્રિપલ રિઅર કેમેરા સાથે મીડિયાટેકનો ઓક્ટાકોર પ્રોસેસર મળશે અને ફોનમાં 5000 એમએચની બેટરી મળશે.

Vivo Y3ના સ્પેસિફિકેશન

આ ફોનમાં એન્ડ્રોઈડ પાઈ 9.0 આધારિત ઓએસ આપવામાં આવ્યા છે. આ સિવાય ફોનમાં તમને 6.35 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે જેનુ રિજોલ્યુશન 720×1544 પિક્સલ છે. ફોનમાં તમને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે મળશે. Vivo Y3ના પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં મીડિયાટેકનું પી35 પ્રોસેસર. 4 જીબી રેમ અને 128 જીબીની સ્ટોરેજ મળશે જેને તમે મેમરીકાર્ડની મદદથી 256 જીબીનુ સ્ટોરેજ વધારી શકશો.

Vivo Y3નો કેમેરો

ફોનના કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં તમને ટ્રિપલ રિયર કેમેરો મળશે જેમાં એક કેમેરો 13 મેગાપિક્સલનો છે અને તેનુ અપર્ચર f/2.2 છે. આ સિવાય બીજો કેમેરો 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેન્સવાળો છે ત્યાં જ ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો ડેપ્થ લેન્સ છે. Vivo Y3 માં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે અને ફેસ અનલોક પણ મળશે.

Vivo Y3ની બેટ્રી અને કનેક્ટિવિટી

આ ફોનમાં 5000mAh ની બેટ્રી આપવામાં આવી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, માઈક્રો યૂએસબી અને 3.5એમએમનો હેડફોન જેક છે. આ ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર પણ મળશે. આ ફોનની કિંમત લગભગ 15200 ભારતિય રૂપિયા જેટલી છે. આ ફોન બ્લુ અને પીચ કલર વેરિયંટમાં મળશે. આ ફોનમાં ભારતમાં લોન્ચ થવાની કોઈ જાણકારી મળી નથી.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!