GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ટ્રીપલ રિયર કેમરા અને 5000mAhની બેટરી સાથે Vivo Y17 લોન્ચ, અહીં જાણો શું છે ખાસ

Vivo Y17

Vivo Y17ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં AI ટ્રિપલ કેમરા સેટઅપ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપાવામાં આવ્યો છે. તેની બેટરી 5000 mAhની છે. આ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ પર બે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

Vivo Y17ની કિંમતનો ખુલાસો હાલ નથી કરવામાં આવ્યો. પરંતુ તેને કંપનીની વેબસાઈટ પર લિસ્ટ કરી દેવામાં આવ્યું છે. આ ફોનને મિનેરલ બ્લુ અને મિસ્ટિક પર્પલ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Vivo Y17ના સ્પેસિફિકેશન્સ

Vivo Y17માં વોટરડ્રોપ સ્ટાઈલ નોચ અને 19.3:9 રેશ્યોની સાથે 6.35 ઈંચ (720×1544 પિક્સલ) HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4GB રેમની સાથે MediaTek Helio P35 ઓક્ટા-કોર પ્રોસેસર છે. તેની ઈન્ટરનલ મેમોરી 128GBની છે.

આ ફોનના રિયરમાં AI- બેસ્ડ ટ્રિપલ કેમરા સેટઅપ આપવામાં આવ્યા છે. આ 13 મેગાપિક્સલ (f/2.2 અપર્ચર), 8 મેગાપિક્સલ (f/2.2 અપર્ચર) અને 2 મેગાપિક્સલ (f/2.4 અપર્ચર), નો કેમરા આપવામાં આવ્યો છે. સેન્સરની નીચે એક ફ્લેશ પણ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં PDAF, ટાઈમ-લેપ્સ, HDR, AI ફેસ બ્યુટી અને સુપર વાઈડ એન્ગલ મોડ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

ફ્રંટ કેમરાની વાત કરવામાં આવે તો ત્યાં 20 મેગાપિક્સલનો કેમરા સેલ્ફી માટે આપવામાં આવ્યો છે. તેનું અપર્ચર f/2.0 છે. સાથે જ તેમાં જેન્ડર ડિટેક્શન, પેનોરમા, ફેસ બ્યુટી, લાઈવ ફોટો, HDR પોર્ટ, AI ફેસ બ્યુટી, કેમરા ફિલ્ટર અને આવા ધણા બધા ફિચર્સ આપવામાં આવ્યા છે.

Vivo Y17ની બેટરી 5,000mAhની છે અને તેમાં 18W ડુઅલ-એન્જીન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીમાટે તેમાં Wi-Fi, બ્લુટુથ 5.0, માઈક્રો- USB, OTG, GPS અને FM રેડિયોનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

લોકડાઉનમાં આર્થિક મદદ માગનારો કલાકાર કહે છે બસ, હવે પૈસાની જરૂર નથી

Harshad Patel

મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, ભારે પવન સાથે વરસાદી ઝાપટાં

Pravin Makwana

પ્રશંસકોની સલાહ બાદ લિએન્ડર પેસનો નિર્ણય, નિવૃત્તિ અંગે આ મહત્ત્વની વાત કરી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!