વીવોએ હાલમાં જ ભારતમાં Vivo V20 લોન્ચ કર્યો છે. હવે કંપની આ સીરીઝનું પ્રો વર્ઝન Vivo V20 Pro લોન્ચ કરવાની તૈયારીમાં છે. જે માર્કેટમાં સૌથી પાતળો 5G સ્માર્ટ ફોન હોઈ શકે છે. Vivo V20 Pro માં કંપની ડિઝાઈન પર વધારે ફોકસ કરશે. અને તેની કિંમત 7.4 MM થિકનેસથી ઓછી પણ હોઈ શકે છે. 91 મોબાઈલની એક રિપોર્ટ મુજબ ઓફલાઈન સ્ટોર્સમાં Vivo V20 Pro ની પ્રી બુકિંગ કરાવાઈ રહી છે.

Vivo V20 Proની કિંમત ભારતમાં 29990 રૂપિયા હોઈ શકે
રિપોર્ટ મુજબ Vivo V20 Proની કિંમત ભારતમાં 29990 રૂપિયા હોઈ શકે છે. લોન્ચની તારીખ ભલે કંપનીએ કન્ફર્મ નથી કરી પરંતુ કેટલી જગ્યાએ રિપોર્ટ આવી રહ્યા છે એની સાથે 10 ટકાની ઓફર પણ આપવામાં આવશે. Vivo V20 Proની કિંમતની વાત કરવામાં આવે તો આ સ્માર્ટ ફોનમાં 6.44 ઈંચની ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનમાં બે ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. પોનમાં અંડર ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
સ્માર્ટ ફોનને Qualcomm Snapdragon 765G પ્રોસેસર આપી શકાય
Vivo V20 Pro ના બીજા ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટ ફોનને Qualcomm Snapdragon 765G પ્રોસેસર આપી શકાય છે. આ ફોનમાં 8 GB રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. Vivo V20 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. પ્રાઈમરી લેન્સ 64 મેગા પિક્સલનો હશે. બીજો 8 મેગાપિક્સલ હશે. આ વાઈડએન્ગલ લેન્સ છે. એક 2 મેગા પિક્સલનું સેન્સર હશે.
સેલ્ફી માટે 2 કેમેરા હશે
Vivo V20 Proમાં સેલ્ફી માટે બતાવાઈ રહ્યું છે કે આ ફોનમાં 44 મેગાપિક્સલની પ્રાઈમરી તેમજ 8 મેગા પિક્સલનો બીજો કેમેરો હશે. આ ફોનની બેટરી 4400 એમએચએ ની હશે. તેની સાથે 33 W નું ફ્લેશ ચાર્જર આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો
- બેન્ક ખાતા બંધ કરાવવા માટે નહિ આપવો પડે ચાર્જ, અપનાવું પડશે આ ઉપાય
- હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું
- આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ
- જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું