GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

4000 રૂપિયા સસ્તો થઇ ગયો Vivoનો 6 કેમેરા વાળો આ ધાંસૂ સ્માર્ટફોન, ફીચર્સ જોશો તો હમણા જ બુક કરી દેશો

vivo

Vivo એ પોતાના ધાંસૂ સ્માર્ટફોન V19ના ભાવમાં ઘટાડો કરી દીધો છે. હવે આ સ્માર્ટફોનને 4000 રૂપિયા સસ્તો ખરીદી શકાશે. આ સ્માર્ટફોનને મેમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.  Vivoએ આ ઘટાડો તેના બંને વેરિએન્ટમાં કર્યો છે. નવી કિંમતો સાથે આ સ્માર્ટફોન ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. Vivo V19ના 8GB + 128GB  મોડલને ભારતમાં 27,990 રૂપિયાની કિંમસે લોન્ચ કરવામાં આવ્યો હતો.

હવે તેનો ભાવ ઘટીને 24,990 રૂપિયા થઇ ગયો છે.  8GB + 256GB મોડલને યુઝર્સ 27,990 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે તેની મૂળ કિંમત 31,990 રૂપિયા છે. તેની કિંમતમાં 4000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન મિસ્ટિક સિલ્વર અને પાયનો બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Vivo V19માં દમદાર ફીચર્સ

ફીચર્સની વાત કરીએ તો Vivo V19માં સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યું છે. તેમાં 6.44 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીન રેઝોલ્યુશન 1080x2400 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ કંપનીનો પહેલો સ્માર્ટફોન છે જેને ડ્યુલ પંચ હોલ ડિસ્પ્લે સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એન્ડ્રોઇડ 10 ઓએસ પર આધારિત આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 712 પ્રોસેસર પર કામ કરે છે. સિક્યોરિટી માટે યૂઝર્સને ફોનમાં ઈન-ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવા ફિચર્સ પણ મળશે.

Vivo V19માં કુલ 6 કેમેરા

કેમેરાની વાત કીરએ તો, Vivo V19માં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 48 મેગાપિક્સલની પ્રાઈમરી સેન્સર છે, જ્યારે 8 મેગાપિક્સલનો વ્હાઈડ એન્ગલ કેમેરા, 2 મેગાપિક્સલનો બુકે ઈફેક્ટ અને 2 મેગાપિક્સલનો મૈક્રો લેન્સ છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિકસલનો વ્હાઈડ એન્ગલ કેમેરા છે. ફોનના ફ્રન્ટ અને બેક બંને કેમેરામાં સુપર નાઈટ મોડ અને અલ્ટ્રા સ્ટેબલ વીડિયો સપોર્ટ આપવામાં આવ્યું છે.

પાવર માટે Vivo V19માં 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. વીવોનો દાવો છે કે, ઈન-બોક્સ ચાર્ડરનો ઉપયોગ કરીને વીવો વી19 40 મિનીટમાં 0થી 70 ટકા ચાર્જ થઈ જશે.

Read Also

Related posts

UP: સરપંચની હત્યાથી આઝમગઢ ભડકે બળ્યું, ભીડે પોલીસ ચોકી સહિત અનેક વાહનોને કર્યા આગના હવાલે

Mansi Patel

રાજસ્થાન બાદ હવે બિહારનો વારો: ચિરાગ પાસવાને આવતી કાલે બોલાવી બેઠક, નીતિશ સરકારમાંથી ટેકો પાછો ખેંચી શકે છે !

Pravin Makwana

સુપ્રીમ કોર્ટનો નિર્ણય પિતાની સંપત્તિ પર પુત્રીનો સમાન અધિકાર, અમદાવાદમાં 208 વર્ષ પહેલા હતો આ કાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!