પૉપ-અપ સેલ્ફી કેમેરાની સાથે કાલે લૉન્ચ થશે Vivo V15 Pro, જાણો કિંમત

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ વીવો પોતાનો નવો પૉપ-અપ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન Vivo V15 Pro લૉન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્માર્ટફોનને આવતીકાલે એટલેકે 20 ફેબ્રુઆરીએ લૉન્ચ કરવામાં આવશે. 20 ફેબ્રુઆરીએ થનારા આ ફોનના લૉન્ચિંગ પહેલા તેની સાથે જોડાયેલા સ્પેસિફિકેશન સામે આવ્યા છે. Vivo V15 Pro મોટરાઈજ્ડ પૉપ અપ મિકેનિઝમની સાથે 32 MPના પાવરફૂલ સેલ્ફી કેમેરાવાળો પ્રથમ સ્માર્ટફોન હશે. સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર 6 જીબીની પાવરફુલ રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે મળી શકે છે.

સ્પેસિફિકેશન

ડિવાઈસમાં 6.39 ઈંચનુ સુપર એમોલેડ ડિસ્પ્લે ફૂલએચડી પ્લસ રેઝોલ્યૂશનની સાથે મળી શકે છે. ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સિવાય તેમાં 3700mAhની બેટરી પણ અપાઈ શકાય છે. Vivo V15 Proને કંપનીના Vivo V11 Proની સફળતા બાદ લોન્ચ કરાઈ રહ્યો છે. V11 Proને 2018માં ઉતારવામાં આવ્યો હતો. બંને સ્માર્ટફોનની સરખામણી કરીએ તો Vivo V11 Proમાં 6.41 ઈંચની ફૂલએચડી પ્લસ હૉલો ફુલવ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઈસ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર પાવર્ડ છે અને તેમાં 6 જીબી રેમ મળે છે.

કિંમત

Vivo V11 Proમાં 3400mAhની બેટરી સિવાય 25 MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યાં છે. ભારતમાં આ ડિવાઈસ 25,499 રૂપિયાના પ્રાઈસ ટેગની સાથે આવે છે. કારણકે વીવો એ નવા Vivo V11 Proની પ્રાઈસિંગ સાથે જોડાયેલી અમૂક ડિટેલ્સ શેર કરી નથી, મનાઈ રહ્યું છે કે તેની કિંમત ગત V11 Proથી વધારે હશે. શૉપિંગ પોર્ટલ એમેઝોનની યાદીમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે ડિવાઈસ વીવોની સત્તાવાર સાઈટ સિવાય એમેઝોન પરથી ખરીદી શકાશે. આશા સેવાઈ રહી છે કે આ ડિવાઈસ 30,000 રૂપિયાથી ઓછી કિંમતના પ્રાઈસ ટેગની સાથે લૉન્ચ થશે.

જોકે, MySmartPriceનો દાવો છે કે આ સ્માર્ટફોનની કિંમત 33,000 રૂપિયા હોઈ શકે છે. આ સમયે Vivo વધુ એક સ્માર્ટફોન Vivo V15 લૉન્ચ કરી શકે છે. જોકે, આ અંગે ખૂબ ઓછી માહિતી સામે આવી છે. કહેવાઈ રહ્યું છે કે આ Vivo V15 Proનો લાઈટ વેરિએન્ટ હોઈ શકે છે. ભાવની વાત કરીએ તો ભારતમાં Vivo V15ની લૉન્ચ કિંમત પણ 25,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter