Vivoના આ સ્માર્ટફોન્સ થઇ ગયાં સસ્તા, જલ્દી કરો ફરી નહી મળે આવી ડીલ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Vivoએ પોતાના ત્રણ દમદાર સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેમાં Vivo V11, Vivo V11 Pro અને Vivo Y81i સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્માર્ટફોનને તેની નવી કિંમતો સાથે કંપનીએ પોતાની વેબસાઇટ અને અનેક ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવ્યાં છે. જો કે કેટલીક ઇ-કોમર્સ કંપનીઓએ તેને તેની જૂની કિંમત સાથે જ લિસ્ટ કર્યા છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોન્સની નવી કિંમત અને ફિચર્સ વિશે….

Vivo V11 Pro

કંપનીએ સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યા બાદ Vivo V11 Pro સ્માર્ટફોનને 23,990 રુપિયામાં ખરીદી શકો છો, જ્યારે કંપનીએ લોન્ચિંગ દરમિયાન તેની કિંમત 25,990 રુપિયા નક્કી કરી હતી.

Vivo V11 Proના ફિચર્સ

Vivo V11 પ્રોમાં 6.41 ઇંચ 1080×2340 પિક્સલ પૂર્ણ એચડી + સુપર AMOLED ડિસ્પ્લે છે. તે પણ ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. ફોનમાં 6 જીબી રેમ છે. તેમા ડ્યુઅલ કૅમેરા સેટઅપ છે, જેમા પ્રાઇમરી સેન્સર 12 મેગાપિકસેલ અને સેકન્ડરી સેન્સર 5 મગેપિક્સેલ છે. સેલ્ફી માટે 25 ફ્રન્ટ કેમેરો છે.

Vivo Y81i

Vivo એ તેનો એક બીજો ફોન Y81iના ભાવમાં કટૌતી કરી છે, ત્યારબાદ ગ્રાહકો હવે તેને 7,990 રુપિયામાં ખરીદી શકો છો. કંપનીએ લોન્ચિંગ દરમિયાન 8,490 રુપિયામાં લોન્ચ કર્યો હતો. આ રીતે કંપનીએ તેના ભાવામાં 500 રુપિયાનો ઘટાડો કર્યો છે.

Vivo Y81iના ફિચર્સ

Vivo Y81iમાં 6.22 ઇંચનું સંપૂર્ણ ડિસ્પ્લે છે જેનુ રિઝોલ્યૂશન 1520 × 720 પિક્સેલ્સ છે. તેમાં મીડિયાટેક હેલિઓ એ 22 પ્રોસેસર અને 2 જીબી રેમ છે. તેમાં 16 જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ પાવર માટે આ સ્માર્ટફોનમાં 3260 એમએએચની બેટરી આપવામાં આવી છે.

Vivo V11

કંપનીએ Vivo V11 ના ભાવમાં 1 હજાર રુપિયાની કટૌતી કરી છે, ત્યારબાદ હવે તમે 19,990 રૂપિયામાં ખરીદી શકો છો. કંપનીએ આ ફોનને ભારતમાં 22,990 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. પરંતુ ઓક્ટોબરમાં કંપનીએ તેના ભાવમાં 2 રુપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ તે 22,990 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ હતો.

Vivo V11 ના ફિચર્સ

Vivo V11માં 6.3-ઇંચની પૂર્ણ-એચડી + (1080×2340 પિક્સેલ્સ) સુપર એમોલ્ડ ડિસ્પ્લે છે, જેનું એક્સપેક્ટ રેશિયો 19: 9 છે. આ ઉપરાંત, તેમાં 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. જો કે, તેને વધારીને 256 જીબી કરી શકાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter