ડ્યુઅલ રિયર કેમેરા અને નૉચ ડિસ્પ્લે વાળો Vivo U1 લૉન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે એવી

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાનો બજેટ સ્માર્ટફોન Vivo U1 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન હાલ ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન વૉટરડ્રોપ સ્ટાઇલ નૉચ ડિસ્પ્લે ધરાવે છે. ચીનમાં આ સ્માર્ટફોનની કિંમત 799 યુઆન એટલે કે આશરે 8400 રૂપિયા છે.

Vivo U1ના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ

Vivo U1માં 6.2 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ટોરેજની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 4જીબી રેમ અને 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

Vivo U1માં સ્નેપડ્રેગન 439 પ્રોસેસર અને 4,030 mAhની બેટરી આપવામાં આવી છે. સ્માર્ટફોન 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા ધરાવે છે. રિયર કેમેરાની વાત કરીએ તો રિયરમાં 12 અને 2 મેગાપિક્સલના બે સેન્સર છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ છે. જો કે ભારતમાં Vivo U1 ક્યારે લૉન્ચ થશે તે અંગે કોઇ જાણકારી મળી નથી.

જણાવી દઇ કે તાજેતરમાં જ Vivo V15  અને Vivo V15 Proનો ટીઝર વીડિયો સામે આવ્યો હતો. આ સ્માર્ટફોન 20 ફેબ્રુઆરીએ લૉન્ચ થશે જેના મોટાભાગે તમામ સ્પેસિફિકેશન લીક થઇ ગયાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter