પોપ-એપ સેલ્ફી કેમરા સાથે ભારતમાં લોન્ચ થશે Vivo S1, જાણો શું છે ફિચર્સ

Vivo V15

Vivoએ હાલમાં જ ભારતમાં Vivo V15 અને V15 Pro સ્માર્ટફોન્સને લોન્ચ કર્યો છે. હવે જાણવા મળી રહ્યું છે કે કંપની પોતાના નવા Vivo S1 સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આશા કરવામાં આવી રહી છે કે Vivo S1ને પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને ભારતના બજારમાં લોન્ચ કરવામાં આવશે.

Vivo S1ની ખાસ વાત એ હશે કે તેના બેકમાં ટ્રિપલ-લેન્સ કેમરા સેટઅપની સાથે પોપ-અપ સેલ્ફી કેમરા પણ મળશે. Vivo S1 ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીવો પર લીક થયો અને રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત ચીનમાં CNY 2,000 (લગભગ 21,000 રૂપિયા) હશે.

આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો તેમાં 19.5:9 રેશ્યોની સાથે 6.53- ઈન્ચ ફૂલ HD+ IPS ડિસ્પ્લે આપવામાં આવશે. તેમાં 6GB રેમ સાથે MediaTek Helio P70 પ્રોસેસર આપવામાં આવવાની વાત સામે આવી રહી છે. આ તે જ પ્રોસેસર છે જેને સૌથી પહેલા Realme U1 સ્માર્ટફોન્સમાં આપવામાં આવ્યું હતું. ત્યાર બાદમાં કંપનીએ તેને Realme 3માં પણ આપ્યું છે અને બન્ને સ્માર્ટફોન્સ બજેટ સ્માર્ટફોન્સ છે.

રિપોર્ટ્સ અનુસાર Vivo S1ની ઈન્ટરનલ મેમોરી 128GBની હશે. લીક તસ્વીરોના અનુસાર S1 વીવો V15 Proના જેવો જ દેખાશે. S1 માં 24.8 મેગાપિક્સલ પોપ-અપ સેલ્ફી કેમરા આપવામાં આવે તેવી આશા છે. ત્યાં જ તેના બેકમાં ટ્રિપલ-લેન્સ સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 12 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના કેમરા આપવામાં આવી શકે છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વીવોએ હાલમાં જ ભારતમાં V15 Proને લોન્ચ કર્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter