ડબલ ડિસ્પ્લે સાથે Vivo Nex લૉન્ચ, ત્રિપલ રિયર કેમેરા અને 10GB રેમ જેવા છે ફિચર્સ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo Nex લોંચ કરી દીધો છે. આ ફોન શાનદાર ફિચર્સ ધરાવવાની સાથે અનેક રીતે કમ્ફર્ટ આપતો ફોન છે. આ ફોન છે વીવો નેક્સ. કંપનીએ નવો પ્રયોગ કરતા આ ફોનમાં બે ડિસ્પલે આપી છે. વીવો નેક્સમાં એક ડિસ્પ્લે ફ્રન્ટમાં છે અને બીજી પાછળ છે. આ ઉપરાંત આ ફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યાં છે.

વીવો નેક્સની કિંમત

વીવો નેક્સ ડ્યુઅલ એડિશનની કિંમત ચીનમાં 4,998 યુઆન, એટલે કે 52,300 રૂપિયા છે.

વીવો નેક્સના ફિચર્સ

આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ ઉપરાંત, ફોનમાં 3500 એમએએચ બેટરી છે. જે 22.5W ની ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી દ્રષ્ટિએ, તે 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, 3.5 એમએમ હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી ચાર્જિગ પોર્ટ છે.

આ ફોનમાં ડ્યુઅલ સીમ સપોર્ટ સાથે એન્ડ્રોઇ઼ડ પાઇ 9.0 પર આધારિત Funtouch ઓએસ 4.5 આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ફોનમાં 6.39-ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે મળશે. જેમા રિઝોલ્યુશન 1080×2340 પિક્સેલ્સ અને આસ્પેક્ટ રેશિયો 19.5: 9 છે. એમોલ્ડ પેનલ ડિસ્પ્લે આપવામાં આવી છે.

વીવો નેક્સનો કેમેરા

ફોનના કેમેરા વિશે વાત કરીએ તો પાછળના પેનલ પર 3 કેમેરા છે, જેમાં એક 12 મેગાપિક્સલનો એફ/ 1.79 અર્પચર છે, બીજો કેમેરો 2 મેગાપિક્સલ ફીટ / 1.8 અર્પચર છે અને ત્રીજો કેમેરો 3D સ્ટિરીયો સેન્સરથી સજ્જ છે.
આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ ઉપરાંત, ફોનમાં 3500 એમએએચ બેટરી છે. જે 22.5W ની ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી દ્રષ્ટિએ, તે 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, 3.5 એમએમ હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી ચાર્જિગ પોર્ટ છે.

આ ફોનનું પ્રી બૂકિંગ શરૂ થઈ ગયું છે અને તે 29 ડિસેમ્બરથી વેચવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter