GSTV
Home » News » 32MP પૉપ-અપ કેમેરા વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ, અડધી સેકેન્ડમાં થઇ જશે અનલૉક

32MP પૉપ-અપ કેમેરા વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ, અડધી સેકેન્ડમાં થઇ જશે અનલૉક

સ્માર્ટફોન બનાવતી ચીની કંપની વીવોએ ભારતમાં પોતાનો નવો Vivo V15 Pro લૉન્ચ કરી દીધો છે. Vivo V15 Proની કિંમત 28,990 રૂપિયા છે. વીવોના આ સ્માર્ટફોનની પ્રી-બુકિંગ 20 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. Vivo V15 Proનું વેચાણ 6 માર્ચ 2019થી ઑફલાઇન અને ઑનલાઇન બંને ચેનલ્સ પર થશે.

ફોનના રિયરમાં છે ટ્રિપલ કેમેરા સેટઅપ

Vivo V15 Proમાં 32 મેગાપિક્સલના પૉપ-અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આવા કેમેરા વાળો આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. તેવામાં ફોનના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. એટલે કે ફોનના બેકમાં ત્રણ કેમેરા આપવામાં આવ્યાં છે. ફોનના બેકમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમેરી કેમેરા છે. આ ઉપરાંત 8 અને 5 મેગાપિક્સલના કેમેરા ફોનના રિયરમાં છે.

0.37 સેકેન્ડમાં અનલૉક થઇ જશે સ્માર્ટફોન

Vivo V15 Proમાં 6.39 ઇંચની સ્ક્રીન છે અને ફોનમાં સુપર એમોલેડ ડિસ્પ્લે છે. Vivo V15 Pro ટોપાઝ બ્લૂ અને રૂબી રેડ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. Vivo V15 Proમાં ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યું છે.

કંપનીનો દાવો છે કે Vivo V15 Pro 0.37 સેકેન્ડમાં અનલૉક થઇ જશે. ફોનના ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો ફ્રન્ટ કેમેરા ડિસ્પ્લેની પાછળ છુપાયેલો છે અને જ્યારે કોઇ સેલ્ફી કેમેરા પર ક્લિક કરતે તો તે પૉપ અપ થાય છે.

Vivo V15 Proમાં મળશે દમદાર પ્રોસેસર

Vivo V15 Pro ભારતનો પહેલો સ્માર્ટફોન હશે જે સ્નેપડ્રેગન 675 પ્રોસેસર સાથે આવશે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ હશે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા આ ફોનની સ્ટોરેજ 256 જીબી સુધી વધારી શકે છે.

Read Also

Related posts

અમદાવાદના યુવકને વીજ ચોરી કરવી પડી મોંઘી, કોર્ટે આપી આટલા વર્ષની જેલ

Nilesh Jethva

તઝાકિસ્તાનની જેલમાં કોમી તોફાનમાં 32 લોકોનાં મોત, 24 ISના આતંકીઓ

Mansi Patel

વડોદરાની આ યુવતીએ બેટી બચાવો બેટી પઢાવો સુત્ર કર્યું સાર્થક, મોરારી બાપૂ પણ આવ્યા મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!