GSTV

VIVO લોન્ચ કરવા જઈ રહ્યો છે 1TB સુધીની મેમરીવાળો ધાંસૂ સ્માર્ટ ફોન, કિંમતમાં સસ્તો અને ફિચર્સ સાંભળીને તમે રહી જશો હેરાન

Last Updated on August 21, 2021 by Harshad Patel

સ્માર્ટફોન લોન્ચ કરવા માટે કોઈ એક સીઝન નથી હોતી. કદાચ દર થોડા દિવસે કોઈને કોઈ કંપની તેમના નવા સ્માર્ટફોન લોન્ચ કરે છે અને દરેક સ્માર્ટફોનને ચોક્કસ ગ્રુપ પસંદ કરે છે. વિવો કંપનીના સ્માર્ટફોનની લોકપ્રિયતા પણ ઓછી નથી. થોડા સમય પહેલા અહેવાલ આવ્યો હતો કે Vivo ટૂંક સમયમાં ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. હવે એક તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Vivo પોતાનો નવો ફોન Vivo Y33s ભારતમાં 23 ઓગસ્ટના રોજ લોન્ચ કરી શકે છે. લીક થયેલા સમાચારના આધારે આ ફોનના ફિચર્સ તમે જોઈ લો.

કેમેરા આના જેવો હશે!

Vivo Y33s ના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં f/1.8 એપર્ચર સાથે 50MP પ્રાયમરી સેન્સર, 2MP બોકેહ સેન્સર અને 2MP માઈક્રો લેન્સ પણ છે. ફોનની આગળના ભાગે 16 એમપીનો ફ્રન્ટ કેમેરો પણ છે.

મેમરી અને બેટરીના ફીચર્સ

મીડિયાટેક હેલિયો જી 80 ચિપસેટ દ્વારા સંચાલિત, આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજનો વિકલ્પ છે. આમાં, તમને 4GB વર્ચ્યુઅલ રેમ તો મળશે જ સાથે સાથે માઇક્રો-એસડી કાર્ડની મદદથી મેમરીને 1TB સુધી વધારી શકાય છે.
Vivo Y33sમાં 5,000mAh ની બેટરી સાથે આવશે અને તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ હશે.

આ સુવિધાઓ પણ ખાસ હશે ઉપલબ્ધ

6.58-ઇંચ હેલો ફુલવ્યુ ડિસ્પ્લે, 2400×1080 પિક્સેલ્સનું પૂર્ણ HD+ સ્ક્રીન રિઝોલ્યુશન અને 90.6% સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે, ગ્રાહકોને આ ફોનમાં બ્લુ લાઇટ ફિલ્ટર પણ મળશે. એન્ડ્રોઇડ 11 પર ચાલતા આ ફોનની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. તેની ઉપર ફન ટચ ઓએસ 11.1 હોઈ શકે છે.

91 મોબાઇલને એમેઝોન પર આ ફોન 17,990 રૂપિયામાં બતાવ્યો હતો. જો કે આ ફોન Vivo ની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અન્ય ઓનલાઇન વેબસાઇટ્સ પર પણ ઉપલબ્ધ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!