GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Vivoના સ્માર્ટફોન સસ્તામાં ખરીદવાની શાનદાર તક, મળી રહ્યું છે એટલું ડિસ્કાઉન્ટ કે વિશ્વાસ નહી થાય

ઇ કોમર્સ પ્લેટફોર્મ્સ એમેઝોન ફરી એકવાર સ્માર્ટફોન સેલ લઇને આવ્યું છે. એમેઝોનની આ સેલ વીવો સ્માર્ટફોન માટે છે. કંપનીએ તેને વીવો કાર્નિવલ નામ આપ્યું છે. એમેઝોનનો આ સેલ 2 જાન્યુઆરીથી શરૂ થઇને 4 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં ગ્રાહક વીવો સ્માર્ટફોનની ખરીદી પર 11,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જેમાં 9 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ છે.

સાથે જ 2400 રૂપિયાની નૉ કૉસ્ટ ઇએમઆઇ ઑફર પણ મળે છે. એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર ગ્રાહકોને 5 ટકા અને 10 ટકાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. ત્રણ દિવસો સુધી ચાલનારા આ સેલમાં અલગ અલગ સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ મળશે.

વીવો વી9 પ્રો સ્માર્ટફોન આ સેલમાં 17,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટફોન 6 જીબી રેમ સાથે આવે છે. સ્માર્ટફોન પર 4 હજાર રૂપિયાની એક્સચેન્જ પ્રાઇસ મળે છે અને આ જ રીતે વીવો વી11 પ્રો સ્માર્ટફોન પર 3 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

બંને સ્માર્ટફોન્સ પર 1,749 રૂપિયા પ્રતિ માસ અને 2,166 રૂપિયા પ્રતિ માસની ઇએમઆઇ ઑફર મળે છે. વીવો વી11 સ્માર્ટફોનની કિંમત 20,990 રૂપિયા અને વીવો વી11 પ્રો સ્માર્ટફોનની કિંમત 25,990 રૂપિયા છે. વીવો નેક્સ સ્માર્ટફોનને તમે 39,990 રૂપિયામાં ખરીદી શકો છો. તેની કિંમત 47,990 રૂપિયા છે.

સેલમાં વીવો વી8એલઆઇ સ્માર્ટફોન અને વીવો વાય93 પર 1,415 રૂપિયા પ્રતિ માસ અને 1,083 રૂપિયા પ્રતિ માસની ઇએમઆઇનો વિકલ્પ મળે છે. આ સ્માર્ટફોન્સ પર 1000 રૂપિયા અને 2000 રૂપિયાની એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળે છે. સેલમાં વીવો વાય 83 પ્રો સ્માર્ટફોન પર 3 હજાર રૂપિયાની એક્સચેન્જ પ્રાઇસ મળી રહી છે. તેની કિંમત 16,990 રૂપિયા છે. આ સ્માર્ટફોનને તમે 1,554 રૂપિયા મંથલી ઇએમઆઇ પર ખરીદી શકો છો.

Read Also

Related posts

દીપિકા પાદુકોણનો નવો માઇલસ્ટોન, ઇન્સ્ટાગ્રામ પર થયાં 5 કરોડ ફોલોઅર્સ

Bansari

મ્યુનિ. તંત્ર પર જીવલેણ વાયરસનો કહેર, વહીવટી તંત્રનાં ટેક્સ કલેક્ટર સહિત અન્ય એક અધિકારી સંક્રમિત,

pratik shah

‘અમને ઓળખતા નથી, હું તમને બતાવી દઇશ’ નિયમ ઉલ્લંઘન કર્યા બાદ પિતા-પુત્રની પોલીસને ધમકી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!