GSTV

દમદાર બેટરી અને 4 કેમેરા સાથે લોન્ચ થયો Vivo નો આ સ્માર્ટફોન, કિંમત છે એકદમ સસ્તી

Last Updated on July 26, 2020 by Karan

Vivo એ પોતાના નવા સ્માર્ટફોન Vivo Y51s (vivo y51s)ને લોન્ચ કરી દીધુ છે. ફોનની સૌથી ખાસ વાત છે તેનો ટ્રિપલ રિયર કેમરો અને દમદાર બેટરી છે. જોવામાં તે ફોન ઘણા હદ સુધી Vivo70sની જેમ લાગી રહ્યો છે, પરંતુ કેમરા સેટઅપમાં થોડો ફેરફાર જોઈ શકાય છે. હાલમાં ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં તેની કિંમત 1,798 યુઆન (19,000 રૂપિયા) રાખવામાં આવી છે. તો આવો જાણીએ કેવા છે આ ફોનના ફીચર્સ…

સ્ક્રીનની પિક્સલ ડેનસિટી 394 પીપીઆઈ છે

આ સ્માર્ટફોનમાં 6.50 ઈંચનો ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. જેનુ રેજોલૂશન 1,080×2,34 પિક્સલ છે. આ 91.5:9 અસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. સ્ક્રીનની પિક્સલ ડેનસિટી 394 પીપીઆઈ છે. ફોનમાં Exynos 880 ઓક્ટા-કોર પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે માલી-જી46 જીપીયુ છે. ફોનમાં ફેસ અનલોક અને ફિંગરપ્રિંટ સેંસર જેવા ફીચર પણ આપવામાં આવ્યા છે.

એન્ડ્રોયડ 10 પર બેસ્ડ છે

ગ્રાહક આ ફોનને સીક્રેટ રિયલ બ્લેક, સ્નો ફીદર વ્હાઈટ અને બ્લૂ કલરમાં ખરીદી શકે છે. Vivo નો આ ફોન ફનટચ OS 10.5 પર કામ કરે છે. જે એન્ડ્રોયડ 10 પર બેસ્ડ છે. આ ફોન 6GB રેમ અને 128 GB ઈનબિલ્ટ સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

ફોનમાં કુલ 4 કેમેરા

Vivo Y51s માં ટ્રિપલ રિયર કેમરા સેટઅપ આપવામાં આવ્યુ છે. ફોનમાં અપર્ચર F/1.79 ની સાથે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમરા, અપર્ચર F/2.4ની સાથે 2 મેગાપિક્સલ ડેપ્થ અને અપર્ચર F/2.4 ની સાથે 2 મેગાપિક્લ મેક્રો સેન્સર હાજર છે. આ તરફ ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો પંચ હોલ કેમેરા હાજર છે. એટલે કે, કુલ 4 કેમરા હાજર છે. ફોનના કેમેરામાં નાઈટ વ્યૂ, પોટ્રેટ, પેનોરમાં, ડાયનમિક ફોટો, સ્લો મોશન, ટાઈમ લેપ્સ જેવા મોડ આપવામાં આવ્યા છે.

વાઈ-ફાઈ, બ્લૂટૂથ

પાવર માટે ફોનમાં 4500mAh બેટરી આપવામાં આવી છે, જે 18W ડ્યુઅલ-એન્જીન ફ્લેશ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G એલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, GPS, માઈક્રો-યૂએસબી પોર્ટ અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યા હતા. ઓથેંટિકેશ માટે કિનારા પર એક ફિંગરપ્રિંટ સેંસર છે. ફોનમાં ફેસ અનલોક ફીચર પણ છે. હેંડસેટનુ ડાઈમેંશન 162.05×76.61×8.46 મિલીમીટર અને વજન 190 ગ્રામ છે.

READ ALSO

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!