GSTV
Home » News » મોદી બાયોપિકની રિલીઝ માટે વિવેકે શિરડીમાં કરી પૂજા-અર્ચના

મોદી બાયોપિકની રિલીઝ માટે વિવેકે શિરડીમાં કરી પૂજા-અર્ચના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મને જલદીથી રિલીઝ થઈ જાય તે માટે અભિનેતા વિવેક ઓબરોયે શિરડીમાં સાંઈબાબા મંદિરમાં પ્રાર્થના કરી. તેમણે અહમદનગર જિલ્લાનાં શિરડી શહેરમાં આવેલા પ્રસિદ્ધ સાંઈ મંદિરમાં પૂજા- અર્ચના કરી. ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીત કરતા વિવેક ઓબરોયએ તેમની આગામી ફિલ્મ જલ્દીમાં થિયેટરોમાં રિલીઝ થઈ જાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અભિનેતાએ કહ્યું કે, અમે સાંઈબાબા જોડે આર્શીવાદ માંગ્યા છે. અમારા સમર્થકો અને ચાહકો ઉત્સાહથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. અમે એક પ્રેરણાદાયક કહાની પર ફિલ્મ બનાવી છે. પરંતુ રાજનીતિ પાર્ટીઓએ અમારી પર પ્રહારો શરૂ કરી દીધા. અમને આશા છે કે આ ફિલ્મ બહુ જલ્દી રિલીઝ થઈ જશે.

તેમણે કહ્યું કે આ ફિલ્મ યુવાનોને પ્રેરણા આપશે કે કેવી રીતે એક ચા વાળો દેશનો પ્રધાનમંત્રી બને છે ? ગયા મહિને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ ન થવા દેવાની ધમકી આપી હતી. મનસેએ કહ્યું હતું કે આ ફિલ્મ આચાર સંહિતાના નિયમનો ભંગ કરે છે.

વિવેકે કહ્યું કે મને નથી ખબર કે રાજ ઠાકરે અમારી ફિલ્મનો કેમ વિરોધ કરે છે? હું તેમને અમારી સાથે ફિલ્મ જોવાનું આમંત્રણ આપું છું. તેમને આ ફિલ્મ પસંદ આવશે. સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ફિલ્મ જોવાની અભિનેતાએ અપીલ કરી છે.

વિવેકનું કહેવું છે કે નેતાઓને આ ફિલ્મ પસંદ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મમાં “પીએમ નરેન્દ્ર મોદી”માં વિવેક ઓબરોયએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની ભૂમિકા ભજવી છે. ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

READ ALSO

Related posts

સ્વિમ સુટ પહેરી પૂલમાં ઉતરી કીમ શર્માં, સામે આવી હોટ તસવીરો

Kaushik Bavishi

Avengers: Endgame પછી માર્વેલે 11 નવા પ્રોજેક્ટનું કર્યું એલાન

Path Shah

અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલના મીમ્સ થયા વાયરલ, પોલીસે પણ Tweet કરી કહ્યું ‘Copy That’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!