GSTV
Home » News » આ બોલીવુડ એક્ટરે મમતા બેનર્જીને લીધાં આડેહાથ, પૂછ્યું ‘સદ્દામ હુસૈન જેવો વ્યવહાર શા માટે કરે છે?’

આ બોલીવુડ એક્ટરે મમતા બેનર્જીને લીધાં આડેહાથ, પૂછ્યું ‘સદ્દામ હુસૈન જેવો વ્યવહાર શા માટે કરે છે?’

કોલકાતામાં અમિત શાહના રોડ શૉ દરમિયાન ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણમાં હિંસા, પત્થરમારો અને આગ લાગવાની ઘટનાથી રાજકારણ ગરમાયું છે. તેવામાં બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયે પણ ઝંપલાવીને મમતા બેનર્જી પર પ્રહાર કર્યા.

વિવેક ઓબેરોયે મમતા બેનર્જીની સરખામણી ઈરાકના તાનાશાહ સદ્દામ હુસૈન સાથે કરી. વિવેક ઓબોરોયે ટ્વીટ કરીને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. ચૂંટણી બાદ રિલીઝ થનારી પીએમ મોદીની બાયોપિકમાં વિવેક ઓબેરોય પીએમ મોદીનું પાત્ર ભજવ્યું છે.

 તેમણે ટ્વીટમાં મમતાના લોકતંત્ર ખતરામાં છે તે નિવેદન સાથે જોડાયેલી ખબરનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો. અને તેમણે લખ્યું કે હું સમજી નથી શકતો કે દીદી જેવી સન્માનિત મહિલા કેમ સદ્દામ હુસૈનની જેમ વ્યવહાર કરી રહી છે. આ દાદાગીરી નહીં ચાલે. 

Read Also

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!