GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સલમાનના 41 ફોન કૉલ્સથી થથરી ઉઠ્યો વિવેક ઓબેરોય, આ હરકતથી ઐશ્વર્યા પણ ભડકી ઉઠી

Salman Vivek

બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય આજકાલ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પર બનેલા એક મીમને ટ્વિટ કરીને ચર્ચામાં આવ્યો છે. તેની આ ટ્વિટ પર અનેક ફેન્સ ભડક્યાં હતા. આ વચ્ચે આજે અમે તમને સલમાન અવે વિવેક વચ્ચેનો એક કિસ્સો જણાવવા જઇ રહ્યાં છીએ. જણાવી દઇએ કે વિવેકે એક સમયે એવી હિંમત દેખાડી હતી કે આ હિંમત તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઇ અને તેના કરિયરની પડતીની શરૂઆત થઇ. આ ભૂલ હતી એશ્વર્યા અને સલમાન ખાનના સંબંધો અને ઝગડાની પોલ પ્રેસકોન્ફરન્સમાં ખોલવી.

આ તે સમયની વાત છે જ્યારે એશ્વર્યા અને સલમાનના સંબંધો વણસી ગયા હતા. સલમાનને તે વાતનો અહેસાસ હતો કે એશ સાથે તેમના સંબંધો હવે પૂરા થઇ ગયા છે પરંતુ તેમ છતાં તે આ સંબંધને સમય આપી રહ્યાં હતા. પરંતુ આ વચ્ચે વિવેક ઓબેરોય તેમની આ લવ સ્ટોરીમાં વચ્ચે કૂદી પડ્યો.

એશ્વર્યા પહેલાંથી જ સલમાનના પ્રેમમાં દુખી હતી અને તેવામાં વિવેક એશ્વર્યાનો સહારો બન્યો, પરંતુ એશને સંભાળવાના ચક્કરમાં તે દિવસે વિવેકે જે કર્યુ તેનાથી તેનું કરિયર બરબાદ થઇ ગયુ. હકીકતમાં સલમાનના કાન સુધી વિવેક અને એશ્વર્યાના અફેરની વાત પહોંચી ગઇ હતી. ગુસ્સામાં સલમાને વિવેકને ફોન કર્યો.

સલમાનને ખબર ન હતી કે વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સને બોલાવી છે. વિવેકે આનો ફાયદો ઉઠાવ્યો અને અચાનક તેણે મીડિયાને કહ્યું કે તે તેમને કંઈક કહેવા માંગે છે અને આમ કહીને, તેણે સલમાનનો આખો ચિઠ્ઠો ખોલીને મુકી દીધો. વિવેકે કહ્યું, “સલમાને મને 41 વખત કૉલ કર્યા છે અને ધમકી આપે છે. તમે આ મિસ્ડ કોલ્સ જુઓ … સલમાન મને પીટવાની અને મારી નાખવાની ધમકી આપે છે. ‘

વિવેકને લાગ્યું કે એશ્વર્યા તેના સપોર્ટમાં છે અને તેનો જ ફાયદો ઉઠાવીને સલમાનને લઇને વિવેક ઘણુંબધુ બોલી ગયો. તેવામાં મીડિયા સામે વિવેકે સલમાનને વૃદ્ધ કહેવાની સાથે સાથે સલમાનને એવો એક્ટર પણ કહી દીધો જેની પાસે હવે કોઇ કામ નથી રહ્યું. વાત વાતમાં જ વિવેકે સલમાનને ખુલેઆમ લેન્જ કરી દીધો. વિવેકના આ ખુલાસાઓ સલમાનની ઉંઘ હરામ કરી નાંખી અને તે ગુસ્સે ભરાયો. જો કે તે સમયે સલમાને મૌન ધારણ કરી લીધું.

જો કે વિવેકની આ હરકતથી ઐશ્વર્યા પણ નારાજ થઇ અને તેના માટે એશે વિવેકની ઝાટકણી પણ કાઢી. સાથે જ કહ્યું કે તેણે આવું કરવું જોઇતું ન હતું. એશનું આવું વલણ જોઇને વિવેક ગભરાઇ ગયો. તેને લાગ્યું કે સલમાનને લઇને એશ તેનો સપોર્ટ કરશે પરંતુ અહીં થયું કંઇક ઉલ્ટુ.

Salman Khan marriage

વિવેકે પોતાના વધતા સ્ટરડમનો લાભ ત્યારે ઉઠાવ્યો જ્યારે તે સલમાન વિશે મનફાવે તેમ બોલી રહ્યો હતો અને તે જ દરમિયાન કોઇએ સલમાનનો નંબર ડાયલ કરી દીધો. વિવેકે જે પણ કહ્યું તે સલમાને સાંભળી લીધું. તે પછી જે થયું તે સૌકોઇ જાણે છે.


એશ્વર્યા પોતાના જીવનમાં આગળ વધી ગઇ જ્યારે વિવેકનું કરિયર અને સ્ટારડમ ડૂબી ગયુ. સલમાન, એશ્વર્યા અને વિવેક ઓબેરોય વચ્ચે જો કોઇને સૌથી વધુ નિકસાન થયું હોય તો તે વિવેક જ છે. એક સમયે વિવેક ઓબેરોય સફળતાની ચરમ સીમાએ હતો જ્યારે આજે તે ગણીગાંઠી ફિલ્મોમાં જોવા મળે છે. સલમાન અને એશ્વર્યાથી પણ તે હવે દૂર રહે છે.

Read Also

Related posts

રાજકોટ: નીલસિટી રિસોર્ટના મેનેજર-માલિક સામે પોલીસે દાખલ કર્યો ગુન્હો, અનલોક-1ની ગાઈડલાઈનનો કર્યો ભંગ

pratik shah

ફોનમાં સંભળાતી કોરોનાની કોલરટ્યૂન તો જાણતા જ હશો ! શું તમે જાણો છો આ કોનો અવાજ છે ?

Pravin Makwana

કોરોનાથી દાઉદનું મોત થયાની અટકળો વહેતી થઈ, અગાઉ પણ ફેલાઈ હતી અફવાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!