GSTV
Home » News » ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

vivek oberoi memes

લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈ બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય ઐશ્વર્યા બચ્ચનનું મીમ શેર કરીને વિવાદમાં આવી ગયા છે. આ મીમમાં સલમાન ખાન, વિવેક ઓબેરોય અને અભિષેક બચ્ચનની સાથે એશ્વર્યા રાયની અલગ અલગ તસ્વીર છે. તેની સાથે જે લખાણ છે તેની સોશિયલ મીડિયામાં ઘણી ટીકા થઇ રહી છે.

મીમમાં અભિષેક અને ઐશ્વર્યા રાયની પુત્રીને પણ બતાવાઇ છે. જેનાથી લોકો ઘણા નારાજ છે. આ મામલાને મહારાષ્ટ્ર મહિલા પંચે પણ ધ્યાને લીધો છે. અને આ મામલે મહિલા પંચે વિવેક ઓબેરોયને નોટિસ આપી છે. તેમ છતાં વિવેક ઓબોરેયે માફી માગી નથી.

તેમણે કહ્યું કે માફી માગવામાં કોઈ સમસ્યા નથી. પણ કંઈ ખોટું કર્યું નથી.જોકે બાદમાં તેમણે ઐશ્વર્યા રાય પર કરેલું વિવાદીત ટ્વીટ ડિલિટ કરી દીધું. વિવેક ઓબેરોયે આ મીમને શેર કરીને લખ્યું હતુ કે ક્રિએટીવ… આ કોઇ રાજનીતિ નથી.. માત્ર લાઇફ છે..

 વિવેકનું ટ્વિટ અમુક મિનિટ્સમાં ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. ઘણી બોલિવૂડ હસ્તીઓએ પણ આ ટ્વિટને લઇને વિવેક ઓબેરોયની ટીકા કરી છે. ટ્વિટર યૂઝર્સ આ ટ્વિટને એક મહિલાની સાથે સાથે એક બાળકનું પણ અપમાન ગણાવી રહ્યા છે.  

Read Also

Related posts

TikTok વિડિયો બનાવી રહેલા 11 કર્મચારીઓની સેલરી થઈ ઓછી, કંપનીએ પદ પરથી પણ હટાવ્યા

Path Shah

VIDEO : ચિલોડાના વેપારીને પાન ખાવું પડ્યું ભારે, પાંચ લાખનો લાગ્યો ચૂનો

Nilesh Jethva

મુખ્યમંત્રી આવાસ યોજનામાં મળેલા ઘર ભાડે આપતા પહેલા વિચારજો, ભોગવવું પડશે આવું પરિણામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!