GSTV
Home » News » વિવેકને આવી ફરી એશ્વર્યાની યાદ, કહ્યું સલમાન Opinion Poll અને હું Exit Poll

વિવેકને આવી ફરી એશ્વર્યાની યાદ, કહ્યું સલમાન Opinion Poll અને હું Exit Poll

જુનો પ્રેમ ભુલાતો નથી ખુશી હોય કે દુખ તેની યાદ આવી જ જાય છે. આ વાત કોઈ વિવેક ઓબેરોયને પુછે. બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોયે પોતાની એક્સ ગર્લફ્રેંડ એશ્વર્યા રાયને લઈને એક ટ્વિટ કરીને સૌને ચોકાવી દીધા હતા. એ સલમાન ખાન અને એશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચનનો ફોટો પણ છે. આ ટ્વિટ ઈલેક્શન સાથે જોડાયેલુ છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે એવુ શું છે આ ફોટોમાં?  તો તમને જણાવી દઈએ કે વિવેક ઓબરોયે એક મીમ શેર કર્યું છે જે લોકસભા સંબંધીત છે.

ચુંટણીના મોસમમાં ટીવીથી લઈને દરેક તરફ એક્ઝિટ પોલ અને પરિણામ પર ચર્ચા ચાલી રહી છે તેને જોતા વિવેકે એક મીમ શેર કર્યો છે. આ ફોટોમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય એક સાથે છે. સલમાન અને એશ્વર્યાની સાથે વિવેકે મીમ માં ઓપીનિયન પોલ જણાવ્યો છે. જ્યારે ફોટોના વચ્ચોના ભાગમાં એશ્વર્યા અને વિવેક સાથે છે.

પોતાના અને એશ્વર્યા વાળા ભાગને વિવેકે પોતાને એક્ઝિટ પોલ કહ્યો છે. ફોટોના નીચેના ભાગમાં એશ્વર્યા, અભિષેક અને આરાધ્યાનો ફોટો છે અને તેના પર લખ્યું છે પરિણામ. એટલે કે ઓપિનિયન પોલ કઈ અલગ હોય છે,
એક્ઝિટ પોલમાં કોઈ બીજાની વાત અને જીતે કોઈ બીજુ છે.

જણાવી દઈએ કે એશ્વર્યા રાય કોઈ જમાનામાં સલમાન ખાનની ગર્લફ્રેંડ હતી પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું ત્યાર પછી વિવેક અને એશ્વર્યા એક બીજા સાથે નજીક આવ્યા હતા પરંતુ કોઈ કારણસર બંનેના સંબંધો તુટી ગયા અને એશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા.

મજાક કરીને ફસાઈ ગયો વિવેક ઓબેરોય

એક મીમ બોલીવુડ એક્ટરને શેર કરવી ભારે પડી. વિવેકે જે મીમ શેર કરી તેના પર લોકોએ ખુબ જ તીખી પ્રતીક્રિયા આપી હતી સાથે NCPએ વિવેકના આ હરકત પર નારાજગી જતાવી છે. ટ્વિટમાં પોતાની સિવાય 4 લોકોની પ્રાઈવેટ લાઈફ પર મજાક બનાવવા પર વિવેકના આ ટ્વિટ પર NCPએ સવાલ ઉઠાવ્યા હતા કહ્યું કે કોઈ એક પદ્મશ્રી સમ્માનિત વ્યકિત માટે આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. રાષ્ટ્રિય અને રાજ્ય મહિલા કમિશન શું કરી રહ્યું છે તેને એરેસ્ટ કરો.

READ ALSO

Related posts

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

Path Shah

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

Nilesh Jethva

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!