GSTV
Home » News » એગ્ઝિટ પોલના રંગમાં રંગાયુ મોદીની બાયોપિકનું પોસ્ટર- હવે કોઇ નહીં રોકી શકે

એગ્ઝિટ પોલના રંગમાં રંગાયુ મોદીની બાયોપિકનું પોસ્ટર- હવે કોઇ નહીં રોકી શકે

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. સોમવારે નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું. આ સમયે વિવેક ઓબેરૉય પણ તેમની સાથે હાજર હતા, જે આ ફિલ્મમાં પીએમ મોદીનો રોલ નિભાવી રહ્યા છે. આ ફિલ્મ 23 મે લોકસભાનાં રિઝલ્ટ આવ્યા બાદ, 14મેએ રિલીઝ થશે.

પોસ્ટરમાં લખેલું છે- ‘આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઇ નહીં રોક સકતા’ એક તરફ રવિવારે એગ્ઝીટ પોલ પીએમ મોદીની ફરીથી જીતનો ઇશારો કરવામાં આવી રહ્યો છે, ત્યાં ફિલ્મનું પોસ્ટર પણ એ જ અંદાજમાં આવી ગયું છે.

પહેલાં આ ફિલ્મ 11 એપ્રિલ, પહેલા ચરણના વોટિંગના એક દિવસ પહેલાં જ રિલીઝ થવાની હતી, પરંતુ ચૂંટણી પંચે 10 એપ્રિલે જ ફિલ્મની રિલિઝ અટકાવી દીધી હતી. ફિલ્મના મેકર્સે બહુ પ્રયત્ન કર્યો હતો કે, ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થઈ જાય. વિવેક ઑબેરૉયે પણ દરેક જગ્યાએ એમજ કહ્યું હતું કે, તેમની આ ફિલ્મની રિલીઝ અટકાવવી એ તેમની સાથે અન્યાય છે, પરંતુ તેમના ઘણા પ્રયત્નો છતાં ફિલ્મ રિલીઝ થઈ શકી નહોંતી.

ચૂંટણી પંચે સેક્શન 123 (1) રિપ્રઝેન્ટેટિવ ઓફ ધ પિપલ એક્ટ અંતર્ગત પીએમ મોદીની બાયોપિક અટકાવી દીધી હતી. સાથે-સાથે જણાવવામાં આવ્યું હતું કે, કોઇપણ જાતનું ચૂંટણી કંટેન્ટ, તે પછી સિનેમા દ્વારા હોય, ટીવી દ્વારા હોય કે બીજા કોઇ માધ્યમથી, તેને પ્રસારિત ન કરી શકાય.

રિલીઝ અટકાવવાના કારણે ફિલ્મના 4 નિર્મતા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. ફિલ્મ મેકર્સે માંગણી કરી હતી કે, ચૂંટણી પંચ ફરી એકવાર ફિલ્મ જોઇ લે, ત્યારબાદ નિર્ણય લે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફિલ્મ ફરી એકવાર જોઇ નિર્ણય લેવાનો નિર્દેશ કર્યો. ચૂંટણી પંચે 17 એપ્રિલે ફરી ફિલ્મ જોઇ અને ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Related posts

જાપાનનાં સમ્રાટ નારૂહીતોએ રાજગાદી સંભાળી, રાષ્ટ્રપતિ પણ રહ્યા હાજર

pratik shah

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah

દૂધ-પનીરનાં વધારે વપરાશથી વધી શકે છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, અભ્યાસમાં થયો દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!