GSTV
Home » News » ઐશ્વર્યાના કારણે સલમાને બરબાદ કરી નાંખ્યુ કરિયર, 15 વર્ષ બાદ વિવેક ઓબેરોયે આપ્યો જડબાતોડ જવાબ

ઐશ્વર્યાના કારણે સલમાને બરબાદ કરી નાંખ્યુ કરિયર, 15 વર્ષ બાદ વિવેક ઓબેરોયે આપ્યો જડબાતોડ જવાબ

બોલીવુડ એક્ટર સલમાન ખાન અને વિવેક ઓબેરોયને લઇને ખબરો ચર્ચામાં છે. સલમાન ખાન અને વિવેક ઓબેરોયના સંબંધો કેવા છે તે તો જગજાહેર છે. સલમાન ખાન અને વિવેક ઓબેરોય વિશે કહેવામાં આવે છે કે બંને એશ્વર્યા રાય માટે થઇને લડી પડ્યાં હતાં. જો કે પરિણામ એ આવ્યું કે બંનેના સંબંધો વણસી ગયાં અને એશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કરી લીધાં.

જો કે સલમાન ખાને ક્યારેય આ વિશે ખુલીને વાત નથી કરી પરંતુ 2004માં વિવેકે પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક ખુલાસાઓ કર્યા હતાં. આ ઝગડો સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાયને લઇને થયો હતો. કારણ કે ત્યારે તે વિવેકને ડેટ કરી રહી હતી. આ પ્રેસકોન્ફરન્સ બાદ ફિલ્મમેકર્સે વિવેક સાથે અંતર જાળવી લીધું હતું અને તેના કરિયરને ઘણું નુકસાન થયું હતું.

આ વાતને લઇને હવે આટલા વર્ષો બાદ વિવેકે પોતાના કરિયર વિશે વાત કરતાં સલમાન તરફ ઇશારો કર્યો. હકીકતમાં વિવેક આજકાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ મોદીના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ દરમિયાન તેમણે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું તે શખ્સ છું જેની પ્રોફેશનલ લાઇફ 2004થી પ્રભાવિત થઇ છે. પરંતુ તેમ છતાં હું હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં છું. મે 6 ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યુ છે અને આશરે 20 અવોર્ડ્ઝ જીત્યાં છે. મને હજુ પણ સારુ કામ મળી રહ્યું છે. બોલીવુડમાં ચાલી રહેલી રેસમાં ટકી રહેવા અને ફિનિશ લાઇન સુધી દોડવાના બદલે હું મારો સમય મારા બાળકોને મોટા થતાં જોવામા પસાર કરી રહ્યો છું.

ખબરોની માનીએ તો સલમાન ખાને વિવેકને સરાજાહરે માર મારવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વિવેકે સલમાનને ઘણું સંભળાવ્યું અને વાત-વાતમાં જ વિવેકે સલમાનને ખુલ્લેઆમ ચેલેન્જ કર્યો. વિવેક વારંવાર સલમાનની માફી પણ માંગી હતી.

Read Also

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!