GSTV
Home » News » બેકફુટ પર વિવેક ઓબેરોય : ઐશ્વર્યા રાયના વિવાદાસ્પદ મીમ દૂર કરીને માગી માફી

બેકફુટ પર વિવેક ઓબેરોય : ઐશ્વર્યા રાયના વિવાદાસ્પદ મીમ દૂર કરીને માગી માફી

એક્ઝિટ પોલ્સને લઇને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેર કરીને મોટો વિવાદ ઊભો કરનાર અભિનેતા વિવેક ઓબેરોયે છેવટે મંગળવારે સવારે જ આ મુદ્દે માફી માંગી લીધી છે. એ સાથે જ તેમણે ટ્વીટર પર જે મીમ શેર કર્યો હતો એ પણ ડિલીટ કરી દીધો છે.



વિવેક ઓબેરોયે એ સાથે ટ્વીટ પણ કર્યાં કે ક્યારેક કોઇને પહેલી નજરે જે મજેદાર અને હાનિરહિત લાગે છે એ બીજાઓને કદાચ નથી લાગતું. મેં છેલ્લા 10 વર્ષ બે હજારથી વધારે છોકરીઓના સશક્તિકરણમાં વીતાવ્યાં છે. હું કદી કોઇ મહિલાના અપમાન કરવા વિશે વિચારી પણ ન શકું. 



એ સાથે જ બીજા ટ્વીટમાં વિવેક ઓબેરોયે લખ્યું કે જો મારા મીમ પરના જવાબથી એક મહિલાની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગું છું. ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોયે ત્રણ તસવીરોવાળું એક મીમ ટ્વીટ કર્યું હતું જેમાં ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા રાય સલમાન ખાન સાથે, એક્ઝિટ પોલમાં વિવેક ઓબેરોય સાથે અને રિઝલ્ટમાં અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે રજૂ કર્યાં હતાં. વિવેકના આ મીમ બાદ તેમના પર ચોતરફથી ફટકાર વરસ્યો હતો. અગાઉ વિવેક ઓબેરોયે આ મામલે માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો.

Read Also

Related posts

અમદાવાદ એરપોર્ટ પર 6 ફલાઈટ ડાયવર્ટ, એક ફલાઈટે આકાશમાં માર્યા દોઢ કલાક ચક્કર

Dharika Jansari

અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીની ઘોર બેદરકારી, 50થી વઘુ મુસાફરોના જીવ આ કારણે તાળવે ચોટ્યાં

Kaushik Bavishi

દક્ષિણ આફ્રિકાના પહાડી વિસ્તારમાં 86.7 કિ.મી.ની રેસ, ગુજરાતના દોડવીરે કરી પૂરી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!