GSTV
Home » News » વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

vivek oberoi trolls

એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી સરકારની શાનદાર વાપસીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાંક લોકો પક્ષ અને વિપક્ષ માટે પોતાનું મંતવ્ય રાખી રહ્યા છે, હ્યુમર પણ શેર કરી રહ્યા છે. ત્યારે બૉલીવુડ એક્ટર વિવેક ઓબેરોયે પણ એક્ઝિટ પોલનાં બહાને આવું જ કંઈક કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે, તેનાં પ્રયાસો એક ફોટોને કારણે વિવાદોમાં આવી ગયા હતા. વિવેક ઓબેરોયે પહેલાં તો હ્યુમરનાં નામે બચવાનાં પ્રયાસો કર્યા હતા. બાદમાં મામલો ગંભીર થતાં એક્ટરે માફી માંગી હતી.

હકીકતમાં ઐશ્વર્યાની સલમાન ખાન, અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે બનેલાં એક કોલાજ મીમ શેર કરીને વિવેક ટ્રોલિંગનો શિકાર બની ગયો હતો. આ મીમમાં વિવેકનો પણ ફોટો હતો.

ત્યારે બૉલીવુડનાં બીજા એક્ટર્સ અને અન્ય યુઝર્સ વિવેક ઓબેરોયને તેની આ હરકત માટે ગાળો આપી રહ્યા છે. ત્યારે વિવેક ઓબેરોયની ક્લાસ લગાવતા સોશિયલ મીડિયામાં તેના પણ કેટલાંક મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ મીમ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં વિવેકને પકડવા માટે અમિતાભ, સલમાન અને અભિષેક બુલેટ પર નીકળી પડ્યા છે. સલમાનનાં હાથમાં રિવોલ્વર અને અભિષેકનાં હાથમાં બોમ્બ દેખાઈ રહ્યો છે. આ ગેંગ ઓફ વાસેપુર મુવીનો એક સીન છે. જેને એડિટ કરીને અભિષેક, સલમાન અને અમિતાભનો ફોટો લગાવી દીધો છે. અને કેપ્શનમાં લખ્યુ છે, વો દેખો વિવેક કૈસે ભાગ રહા હે.

અન્ય એક મીમ વાયરલ થયુ છે, જેમાં અમિતાભ બચ્ચન ફોટામાં હાથ ઉઠાવીને  ઉભા છે. જેના કેપ્શનમાં લખ્યુ છેકે, ખેંચીને એક લાફો મારીશ.

અન્ય એક મીમમાં પોલીસ ઓફિસર વિવેકને કહી રહ્યા છેકે, શું રમખાણો કરાવશો તમે?

આ મીમ કહે છેકે, ટ્વીટ બાદ વિવેકે શું કરી લીધુ, તેણે પોતાના જ પગમાં કુહાડી મારી દીધી.

એક ટ્વીટર યુઝર્સે લખ્યુ છેકે, વિવેક ઓબેરોયની સામે KRK સારો લાગવા લાગ્યો છે. વિવેકે શરમજનક ટ્વીટ કરી છે. અમે અભિષેકનાં ફેન્સ ઈચ્છીએ છીએ કે, વિવેકને જેલની અંદર નાખી દેવામાં આવે.

આ ફોટામાં ત્રણ ફોટાનું કોલાજ છે. પહેલામાં કેપ્શનમાં લખ્યુ છેક, સલમાન ખાન જોઈ રહ્યો છે? જવાબમાં વિવેકે કહ્યુ, હા, લઈ લીધો પંગો, ત્રીજા ફોટાનાં કેપ્શનમાં લખ્યુ છે, ન હતો લેવાનો, કરિયર ખતમ.

વિવાદીત મીમ પર હંગામો થયા બાદ વિવેક ઓબેરોયે 24 કલાકની અંદર જ માફી માંગી લીધી હતી. સાથે જ વિવેકે ટ્વીટ પણ ડીલીટ કરી નાખ્યુ હતુ.

READ ALSO

Related posts

ફ્લડ કન્ટ્રોલ રૂમની કામગીરીમાંથી અમને મુક્ત કરો: જેતપુરમાં શિક્ષકોએ પાઠવ્યું આવેદનપત્ર

Riyaz Parmar

116 લોકોની થઈ શકે છે હત્યા, જીગ્નેશ મેવાણીએ વ્યક્ત કરી આશંકા

Kaushik Bavishi

કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે અરજીનો કર્યો સ્વીકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!