GSTV
Health & Fitness Life Trending

વિટામીન/ શરીરમાં વીટામીન B 12ની કમીના કારણે દેખાવા લાગે છે આવા સંકેતો, આટલી વસ્તુઓ ડાયટમાં શામેલ કરશો તો મુશ્કેલીઓ નહીં આવે

વિટામીન બી 12 શરીરની કેટલીય ખતરનાક બિમારીઓથી બચાવે છે. જો આપના શરીરમાં વિટામીન બી 12ની કમી છે તો તેનાથી ડિમેંશિયા, એનીમિયા અને હાડકાના રોગનો ખતરો વધવાના સંકેતો છે. વિટામીન બી 12ની કમીથી મગજ અને નર્વસ સિસ્ટમ પર પણ અસર પાડે છે. તો વળી શરીરમાં રેડ બ્લડ સેલ્સનું નિર્માણ માટે વિટામીન બી 12 ખૂબ જ જરૂરી છે. ફોલિક એસિડને શરીર સુધી પહોંચાડવામાં વિટામીન બી 12 મદદ કરે છે.

જો આપના બેલેન્સ ડાયટ લેવા છતાં પણ હંમેશા થાક અનુભવી રહ્યા છો તો વિટામીન બી 12ની કમીના કારણે આવું બની શકે છે. તેનાથી હાથ અને પગમાં ખાલી ચડવા લાગશે.

શરીરમાં વિટામીન બી 12ની કમીના કારણે આવા લક્ષણો દેખાય છે

સ્કીન પર અસર

વિટામીન બી 12ની કમી થતાં ત્વચા પીળી પડવા લાગે છે. જીભમાં દાણા અથવા જીભ લાલ થઈ જવું પણ વિટામીન બી 12ની કમીના સંકેત છે. તેનાથી મોંમા ચાંદાની પણ સમસ્યા થઈ શકે છે.

આંખોની રોશની પર અસર

વિટામીન બી 12ની કમી થતાં આંખોની રોશની પર પણ અસર પડે છે. તેનાથી આંખો સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે.

ડિપ્રેશન અને કમજોરી

ડિપ્રેશન, કમજોરી અને સુસ્તી જેવા લક્ષણ વિટામીન બી 12ની કમીના સંકેત છે. તેમાં શ્વાસ ફૂલાવાની સમસ્યા પણ થઈ શકે છે.

માથાનો દુખાવો

માથાનો દુખાવો, કાનમાં ભણકારા અને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો પણ તેનાથી દેખાશે.

આ વસ્તુ ખાવાથી દૂર થશે વિટામીન બી 12ની કમી

ઈંડા

ઈંડામાં વિટામીન બી 12ની ભરપૂર માત્રા હોય છે દરરોજ બે ઈંડા ખાઓ. તેનાથી શરીરમાં વિટામીન બી 12ની કમી દૂર થઈ જશે. તેના સેવનથી વિટામીન બી 12ની દૈનિક જરૂરની 46 ટકા માત્રાને પૂરી કરે છે.

સોયાબીન

સોયાબીનમાં વિટામીન બી 12ની સારી એવી માત્રા હોય છે. સોયા મિલ્ક, ટોફૂ અથવા સોયાબીનની સબ્જી ખાવાથી ફાયદો થશે.

દહીં

દહીંનું સેવન કરવાથી આપને ફાયદો પહોંચશે. દહીમાં વિટામીન બી2, બી1 અને બી 12 મળે છે. બી 12ની કમી પુરી કરવા માટે ડાયટમાં લો ફૈટ દહીને શામેલ કરવું જોઈએ.

ઓટ્સ

ઓટ્સમાં ફાઈબર અને વિટામીનની ભરપૂર માત્રા હોય છે. તેનું સેવન કરવાથી આપને ફાયદો થશે.

દૂધ અને પનીર

વિટામીન બી 12 માટે આપના ડાયટમાં દૂધ જરૂરથી શામેલ કરો. તેમાં વિટામીન બી 12ની સારી એવી માત્રા હોય છે. આ ઉપરાંત પનીર ખાવાથી આપને ફાયદો પહોંચશે. કોંટેજ ચીજ પણ ખાઈ શકો છો.

બ્રોકલી

બ્રોકલી ખાવાથી આપને ફાયદો પહોંચશે. બ્રોકલીમાં વિટામીન બી 12ની સાથે સાથે ફોલેટ એટલે કે, ફોલિક એસિડ પણ હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે.

માછલી અને ચિકન

જો આપ નોન વેજિટેરિયન છો તો વિટામીન બી 12ની કમીની પુરી કરવા માટે ડાયટમાં માછલી અને ચિકનને પણ શામેલ કરી શકો છો.

READ ALSO

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV