GSTV
Home » News » એક બીજા પર સળગતી મશાલ ફેંકે છે અહીંના લોકો, કંઈક આવું છે કારણ

એક બીજા પર સળગતી મશાલ ફેંકે છે અહીંના લોકો, કંઈક આવું છે કારણ

કર્ણાટકનો અગ્નિ ખેલ તહેવાર હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ તહેવારમાં ગામના લોકો એક બીજા પર સળગતી મશાલ ફેંકે છે. અહીંના લોકો આઠ દિવસ સુધી અગ્ની ખેલી તહેવારની ઉજવણી કરે છે. કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જીલ્લાના શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં રવિવારે મોડી રાત્રે ‘અગ્નિ ખેલી’ તહેવારની ઉજવણી કરવામાં આવી. ફેસ્ટિવલમાં બે ગામ આતુર અને કલત્તુરના લોકોએ એક-બીજાની ઉપર સળગતી મશાલ ફેંકી.  

અગ્નિ ખેલી તહેવારને લઈને ત્યાના લોકોની માન્યતા છે કે તેનાથી તેમના દુઃખ દુર થઈ જાય છે. તહેવાર અનુસાર પહેલા બન્ને ગામના લોકો દેવીની શોભા યાત્રા કાઢે છે. ત્યાર બાદ તે તળાવમાં ડુહકી લગાવે છે. પછી અલગ અલગ દળ બનાવીને નારિયેળની છાલથી બનેલી મશાલને લઈને એક બીજા પર ફેંકે છે. આ ખેલ લગભગ 15 મિનિટ સુધી ચાલે છે. આ ખેલમાં એક વ્યક્તિ ફક્ત પાંચ વખત જ સળગતી મશાલ ફેંકી શકે છે. ત્યાર બાદ મશાલને ઓલવીને ત્યાથી હટી જાય છે.  

અગ્નિ ખેલી તહેવાર 8 દિવસ ચાલે છે. તહેવાર વખતે બન્ને ગામના લોકો માંસ અને દારૂનું સેવન નથી કરતા. સ્થાનીય લોકોએ જણાવ્યા અનુસાર, આ ખેલમાં આર્થિક અથવા શારિરીક રૂપથી મુશ્કેલી વાળા લોકો શામેલ થાય છે. માન્યતા છે કે આમ કરવા પર માં ભવાની દરેક કષ્ટ દુર કરે છે. તેમાં ફક્ત પુરુષો જ શામેલ થાય છે.

Read Also

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

3 લેયરમાં થાય છે EVMની સુરક્ષા, આજુબાજુ ચકલુંયે ફરકી ન શકે એવી હોય છે સિક્યોરિટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!