GSTV
Home » News » ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં NIAના 16 જગ્યાએ દરોડા, પાંચ શકમંદોની ધરપકડ

ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં NIAના 16 જગ્યાએ દરોડા, પાંચ શકમંદોની ધરપકડ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ઉત્તરપ્રદેશ અને દિલ્હીના ઘણાં વિસ્તારોમાં મોટાપાયે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડાની કાર્યવાહી આતંકવાદી સંગઠન આઈસિસના મોડ્યુલ પર આધારીત હરકત ઉલ હર્બ-એ-ઈસ્લામ સાથે સંબંધિત છે. જણાવવામાં આવેછે કે એનઆઈએ દ્વારા ઉત્તરપ્રદેશના અમરોહા, દિલ્હીના સીલમપુર અને જાફરાબાદ જેવા કુલ 16 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરાઈ છે.

એનઆઈએના સૂત્રો મુજબ દરોડામાં ઘણી મોટી ધરપકડો થવાની શક્યતા છે. આ દરોડામાં અત્યાર સુધીમાં એનઆઈએ દ્વારા પાંચ શકમંદોને અટકમાં લેવાયા છે. ઉત્તરપ્રદેશના અમરોહામાં એનઆઈએની ટીમ દ્વારા એક ગામમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સૈદપુર ઈમ્મા ગામમાં પોલીસે એક મકાન પર દરોડો પાડયો છે અને અહીં રહેતા લોકોની બંધ મકાનમાં પૂછપરછ થઈ રહી છે. એનઆઈએ, ઉત્તરપ્રદેશ એટીએસ અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્તપણે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ ઘણીવાર એલર્ટ અને ઈનપુટ્સના આધારે ઉત્તરપ્રદેશ એટીએસ રાજ્યના ઘણાં શહેરોમાં દરોડાની કાર્યવાહી થઈ ચુકી છે. ગૃહ મંત્રાલય દ્વારા પણ આવા પ્રકારનું એલર્ટ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આઈસિસ દ્વારા ભારતમાં પગ ફેલાવવાની વાતો કહેવામાં આવી હતી. તેના આધારે સુરક્ષા એજન્સીઓ ઘણી એલર્ટ હતી અને સર્ચ ઓપરેશન જાહેર કર્યું હતું.

Read Also

Related posts

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

Dharika Jansari

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan
Do NOT follow this link or you will be banned from the site!