GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાકાળમાં Vistara એરલાઈને આપી ઓફર, સોશિયલ ડિસ્ટન્સિગ ફોલો કરવા ગ્રાહકો કરાવી શકશે 2 સીટ બુક

ડોમેસ્ટિક એરલાઇન કંપની વિસ્તારાએ મુસાફરો માટે વિમાનની અંદર સામાજિક અંતરને ફોલો કરવા માટે નવી રીત શોધી કાઢી છે. હવે એકલા મુસાફરી કરનારા મુસાફરો એક સાથે બે ટિકિટ બુક કરાવી શકશે, જેમાંથી એક બેઠક ખાલી રહેશે. આ માટે મુસાફરો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. કંપનીના મુખ્ય કોમર્શિયલ અધિકારી વિનોદ કાન્નને જણાવ્યું હતું કે તેની માહિતી તમામ ટ્રાવેલ એજન્ટોને આપવામાં આવી છે. ટૂંક સમયમાં આ યોજના તેમની વેબસાઇટ ઉપર પણ શરૂ કરવામાં આવશે. આનાથી એરલાઈન કંપનીને વધુ આવક મેળવવાની તક મળશે.

મુસાફરો સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરી શકે છે

આ નવી ઓફર સાથે, વિસ્તારાથી મુસાફરી કરનારા મુસાફરો સામાજિક અંતરના નિયમોનું પાલન કરી શકશે. જો કે, વિમાનોની અંદર લોકોએ આ નિયમનું પાલન કરવું મુશ્કેલ છે. અગાઉ સરકારે વચ્ચેની બેઠક ખાલી રાખવાની દરખાસ્ત કરી હતી, પરંતુ તે પછી પણ એવું લાગ્યું હતું કે સામાજિક અંતરનું પાલન થશે નહીં.

વિસ્તારાએ સર્વે કર્યો હતો

કંપનીએ કહ્યું કે તેણે મુસાફરોમાં એક સર્વે હાથ ધર્યો હતો. કંપનીએ કહ્યું કે તે આ વર્ષના અંત પહેલા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરી શકે છે. જો કે, પહેલાની જેમ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં સામાન્ય ઓપરેટિંગ લેવલ પહેલાની જેમ મેળવવામાં હજી સમય લાગશે.

હાલમાં ફક્ત 40 વિમાન કાર્યરત છે

કંપની હાલમાં દૈનિક 40 વિમાન ચલાવે છે, જે તેની સંપૂર્ણ ક્ષમતાનો ત્રીજા ભાગ છે. વિમાનમાં માત્ર 90 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. આ સાથે, કંપની કાર્ગો ફ્લાઇટ્સના સંચાલનમાં વધારો કરવાનું પણ વિચારી રહી છે કારણ કે તેનાથી ઘણી આવક મેળવી શકાય છે.

READ ALSO

Related posts

નવા રંગરૂપ સાથે લોન્ચ થયા Realme ના આ ત્રણ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ankita Trada

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Pravin Makwana

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!