GSTV
Home » News » વિસ્તારા ફેસ્ટિવલ સેલ: માત્ર 1199 રૂપિયામાં મળી રહી છે હવાઈ સફર કરવાની તક

વિસ્તારા ફેસ્ટિવલ સેલ: માત્ર 1199 રૂપિયામાં મળી રહી છે હવાઈ સફર કરવાની તક

જે લોકો હવાઈ ટિકિટની કિંમત જોઈને હજી સુધી પ્લેનમાં સફર કરી નથી. તેમના માટે આ ફેસ્ટિવ સિઝનમાં સારા સમાચાર આવ્યા છે. હવે તમારી હવાઈ સફર કરવાનું સપનું માત્ર 1199 રૂપિયામાં પુરૂ થઈ શકે છે. તેના માટે વિસ્તારા એરલાઈન ફેસ્ટિવ સેલ ઓફર આપી રહી છે.  જે સ્થાનિક ઉડાનો ઉપર 10 તારીખથી શરૂ થઈ ચૂકી છે. જે આગામી 48 કલાક માટે 11 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી ચાલું રહેશે. આ સેલમાં દરેક ક્લાસ ઈકોનોમી, પ્રીમિયમ ઈકોનોમી અને બિઝનેસ ક્લાસ  દરેક માટે ઉપલબ્ધ છે.

20 માર્ચ 2020 સુધી થઈ શકશે યાત્રા

વિસ્તારા દ્વારા આપેલી જાણકારી મુજબ સેલ હેઠળ ઈકોનોમી ક્લાસ માટે હવાઈ ભાડું 1199 રૂપિયા પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે 2699 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે 6999 રૂપિયાથી શરૂ થાય છે. આ ભાડું એકવારનું છે . જેમાં ટેક્સ અને તમામ ખર્ચાઓ સામેલ છે. વિસ્તારા મુજબ આ ઓફર 10 ઓક્ટોબરથી લઈને આવતા વર્ષની 20 માર્ચ સુધીમાં યાત્રા કરવા માટે બુક કરાવી શકાશે.

અહીં ટિકિટ બુક કરાવી શકશો

જો તમે વિસ્તારાની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તમે www,airvistara.com, વિસ્તારાના આઈઓએસ અને એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન્સ, વિસ્તારાનાં એરપોર્ટ ટિકિટ ઓફિસ, વિસ્તારા કોલ સેન્ટર અને ઓનલાઈન ટ્રાવેલ એજન્સીસનાં માધ્યમથી ટિકિટ બુક કરાવી શકો છો. ખાસ વાત એ છેકે, આ ઓફર હેઠળ બુક કરાવેલી ટિકિટ નોન રિફંડેબલ છે પરંતુ તમને ટેક્સ પાછો મળી જશે.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!