GSTV
Home » News » વિસ્મય શાહ હિટ એન્ડ રન : બે યુવકોના મોત મામલે એકનું સમાધાન તો…

વિસ્મય શાહ હિટ એન્ડ રન : બે યુવકોના મોત મામલે એકનું સમાધાન તો…

વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન મામલે હાઇકોર્ટના આદેશ મુજબ મૃતક રાહુલ પટેલના પિતા ઘનશ્યામ પટેલ જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં હાજર રહ્યા હતા. ઘનશ્યામ પટેલે વિસ્મય શાહના પરિવાર સાથે સમાધાન કરીને વળતર પેટે કેટલી રકમ મેળવી તે અંગે સિલ બંધ કવરમાં વિગતો રજૂ કરી હતી. જ્યારે અન્ય મૃતક યુવાન શિવમ દવેના પિતા પ્રેમશંકરભાઇ દવે તરફથી તેમના જમાઇ લલીત શર્મા કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ કહ્યુ હતુ કે તેમના સસરા પ્રેમશંકર દવે અને તેમના સાસુની તબિયત નાદુરસ્ત છે. તેથી કોર્ટમાં આવી શક્યા નથી. પરંતુ તેમના સસરાએ વિસ્મય પરિવાર સાથે કોઇ સમાધાન કર્યુ નથી.

આ અંગે કોર્ટે વિસ્મયની સજા અંગેનો ચુકાદો 17મી ફેબ્રુઆરી પર મુલતવી રાખ્યો છે. ટ્રાયલ કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી છે.આ સજા ઓછી કરવા વિસ્મયે હાઇકોર્ટમાં અપીલ કરી છે. જ્યારે સરકારે સજા વધારવા અપીલ કરી છે. કેસની સુનાવણી દરમ્યાન રાહુલના પિતા ઘનશ્યામ પટેલે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. તેમણે વિસ્મયના પરિવાર સાથે સમાધાન કરી લીધુ છે. કોર્ટે બન્ને મૃતક યુવાનોના પિતાને કોર્ટ સમક્ષ આવીને સમાધાન કેટલી રકમનું કર્યુ છે તે અંગે વિગતો આપવા રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!