ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના દિલ્હી સ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમ ખાતે અનાવરણ કરવામાં આવેલા વેક્સ સ્ટેચ્યુનો જમણો કાન દિલ્હીવાસીઓએ તોડી નાંખ્યો છે. વિરાટ કોહલીના વેક્સ સ્ટેચ્યુનું બુધવારે અનાવરણ કરવામાં આવ્યું હતું અને વિરાટના આ સ્ટેચ્યુને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. વિરાટના ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે એટલા તો ઉતાવળા બન્યા કે કોઇએ તેના જમણા કાનને નુકસાન પહોંચાડ્યું. સામાન્ય રીતે કોઇપણ મ્યુઝિયમમાં મુકેલી કોઇપણ કલાકૃતિને દૂરથી જ જોવાની પરવાનગી હોય છે પરંતુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં એક અલગ જ નિતિ છે. કોઇપણ વ્યક્તિ પોતાના હીરોને નજીકથી જોઇ શકે છે તથા તેની સાથે ફોટો પણ લઇ શકે છે સાથે જ તેની સાથે ઉભા હોવાનો અહેસાસ કરી શકે છે.
મેડમ તુસાદના મુંબઇ સ્થિત મ્યુઝિયમાં આ પહેલી ઘટના છે જેમાં કોઇ સ્ટેચ્યુને નુકસાન પહોંચ્યુ હોય. વિરાટના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવતાની સાથે જ ચાહકોની ભીડ વધવા લાગી આ દરમિયાન જ આ ઘટના ઘટી હશે. જો કે મ્યુઝિયમના મેનેજમેન્ટે તરત જ સ્ટેચ્યુનું સમારકામ કરાવી લીધું અને સ્ટેચ્યુને ફરીથી તેના સ્થાને મુકી દીધું.
ખેલાડીએ પોતાનાં સોશિયલ મિડિયા એકાઉંટ પર હીંટ આપી હતી. આ અંગે પ્રતિક્રિયા વ્ય્કત કરતાં જણાવ્યુ કે હું આજે અકલ્પ્નીય આનંદ અને સમ્માન અનુભવું છુ. મેડમ તુસાદ જેવાં વિખ્યાત મ્યુઝિયમમાં હું પણ થોડો ભાગ રોકી શકું એ માટે મારી જાતને ખુશનસીબ માનું છું અને મારા ચાહકો સહીત તમામ લોકોનો હ્રદયપુર્વક આભાર માનું છુ. આ સ્ટેચ્યુ 200 જેટલાં જુદાં જુદાં ફોટોગ્રાફ અને પોઝ લઈને બનાવવામાં આવ્યા છે. 2006માં ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં પર્દાર્પણ કર્યા બાદ વિરાટ એક પછી એક સિધ્ધીઓનાં શિખર સર કરતો રહ્યો છે. જેમાં તેની અંડરમાં ઈંડિયા અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ભારતીય ટીમનું એક અવિભાજ્ય અંગ બની ગયો.
2017થી તેને રાષ્ટ્રીય ટીમનાં ત્રણેય ફોરમેટની કેપ્ટનશીપ મળી છે. તેણે પોતાનાં પ્રદર્શનથી અનેક એવોર્ડ અંકે કર્યા છે. જેમાં અર્જુન એવોર્ડ, ત્રણ વખત બી.સી.સી.આઈ. પ્લેયર ઓફ ધ ઈયર તેમજ એક વખત આઈ.સી.સી. ક્રિકેટર ઓફ ધ ઈયર તરીકે એવોર્ડ મેળવ્યા છે. તેનાં બેટમાંથી નીકળતાં ધુંઆધાર રનને કારણે તેને ‘રન મશીન ‘ એવું ઉપનામ અપાયું છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં મેસ્સી, કપિલ દેવ, યુસેન બોલ્ટ બાદ વિરાટનું વેક્સ સ્ટેચ્યુ બનશે. જેમાં તે ભારતીય ટીમની જર્સી પહેરીને શોટ લગાવતો હોય તેઓ પોઝ આપે છે.