Vishwaroopam 2 Review : એક્શનની ભરમાર સાથે દેશભક્તિની દમદાર સ્ટોરી

વર્ષ 2013માં જ્યારે કમલ હાસનની ફિલ્મ વિશ્વરૂપમ રિલિઝ થઇ હતી તો ચારેકોર વિવાદનો માહોલ ઉભો થયો હતો. ક્યાંક તેના નામ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો તો ક્યાંક ધાર્મિક બાબતોના કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ થઇ. તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો જ્યારે તેને સીબીએફસી તરફથી ક્લિન ચીટ મળી. હવે પાંચ વર્ષ બાદ તેનો બીજો પાર્ટ રિલિઝ થયો છે. ચાલો જાણીએ કેવી છે ફિલ્મ

આજથી રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ, રોહિત શેટ્ટી પિકચર્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ બેનર અને નિર્માતા કમલ હાસન તથા ચંદ્રા હાસન અને નિર્દેશક કલમ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપ-૨’ રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત મોહમ્મદ ધીબ્રાનનું છે. ફિલ્મમાં કલમ હાસન, રાહુલ બોસ, પુજા કુમાર, શેખર કપૂર, જયદિપ અહલાવત અને વહીદા રહેમાને ભુમિકા નિભાવી છે.

શું છે સ્ટોરી

ફિલ્મની કહાની જોઇએ તો અલ કાયદા આતંકવાદી ઉમર કુરેશીના પ્લાનને રો એજન્ટ વિસામ અહેમદ કશ્મીરીએ નિષ્ફળ બનાવી દીધો છે. એ પછી જેહાદી ઉમર અને સલિમ ન્યુયોર્કથી ભાગી જાય છે. ઉમર અને તેના જેહાદીઓને ખતમ કરવાની જવાબદારી વિસામને સોંપાય છે.

ઉમર અને સલિમ એક દિવસમાં ત્રણ લોકતંત્રોને બદનામ કરવાના આંતરરાષ્ટ્રીય કાવત્રાને અંજામ આપવા આગળ વધે છે. ધીમે ધીમે વિસામ જાળ બીછાવે છે અને જીત તરફ આગળ વધે છે. ભારતના સ્વતંત્રતા દિવસના રોજ તબાહી મચાવવાના ઉમરના પ્લાનને વિસામ નિષ્ફળ બનાવી છે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ ફિલ્મ અગાઉ આવેલી ફિલ્મની પ્રિકવલ અને સિકવલ બંને છે.

ફિલ્મની સ્ટોરી ટિપિકલ કમલ હાસન સ્ટાઇલ છે. ફિલ્મમાં દમદાર એક્શન દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર છે. કમલ હાસનની પોતાના કામ પ્રત્યેની લગન આ ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મનું ડાયરેક્શન સુંદર છે સાથે જ સિનેમેટોગ્રાફીની સાથે લોકેશન પણ કમાલ છે. ફિલ્મના બાકી કેરેક્ટર્સ જેમ કે એન્ડ્રિયા જેમેરિયા, જયદીપ અહલાવત, અનંત મહાદેવન, શેખર કપૂર, રાહુલ બોસનું કામ સહજ છે. વહીદા રહેમાનનો નાનો પરંતુ દમદાર રોલ છે. કમલ હાસનના કેટલાંક ડાયલોગ પણ ખૂબ જ મજબૂત છે.

ફિલ્મમાં દર્શાવવામાં આવતું ફ્લેશબેક તમને કન્ફ્યૂઝ કરી શકે છે. શરૂઆતમાં વિશ્વરૂપમ 1ની કેટલીક બાબતો દર્શાવવામાં આવી છે પરંતુ ફિલ્મ જોતી વખતે તમારે પહેલા વિશ્વરૂપમનો પહેલો ભાગ જોવો પડશેય આ ફિલ્મ ટિપિકલ સાઉથની ફિલ્મ જેવી જ છે. કમલ હાસન સામે ફિલ્મના વિલન નબળા લાગી રહ્યાં છે. ઓવરઓલ જોઇએ તો આ એક્શનથી ભરપૂર સીટીમાર ફિલ્મ કહી શકાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter