GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સતત ચોથા દિવસે રાજસ્થાનમાં અનામતની આગ, અઢીસો જેટલી ટ્રેનોને અસર, 30 ટ્રેનો રદ

સતત ચોથા દિવસે પણ રાજસ્થાનના માધોપુરમાં અનામતની આગ લાગી છે. જ્યાં ગુર્જર નેતાઓ રેલના પાટા પર બેસીને આંદોલન કરી રહ્યા છે. માધોપુર સિવાય અલવરમાં પણ આજે અનામત આંદોલનની અસર જોવા મળી શકે છે. ગુર્જરોએ અલવરમાં જામ કરવાનો નિર્ણય કર્યો.જેને કિરોડીસિંહે સમર્થન આપ્યુ. આંદોલનની આગને જોતા રાજ્ય સરકારે કિરોડીસિંહને કોર્ટની અવમાનના અંગે નોટિસ ફટકારી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં આંદોલનના કારણે અઢીસો જેટલી ટ્રેનોને અસર પડી છે. જ્યારે કે અઢી ડઝન જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. રવિવારે આંદોલનકારીઓએ ધોલપુરમાં ગુર્જરોએ નેશનલ હાઈવે નંબર ત્રણને બાનમાં લીધો હતો. ગુર્જર નેતાઓ હાઈવે પર બેસી જતા પોલીસ દોડી થઈ હતી. જે દરમ્યાન પોલીસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરતા વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી.જેથી ગઈ કાલથી અહીં કલમ 144  લાગુ કરી દેવામાં આવી છે.

રાજસ્થાનમાં ગુર્જર સમુદાયના લોકો માટે અભ્યાસ અને નોકરીમાં પાંચ ટકા અનામતની માગણી કરતું અનામત આંદોલન વધુ હિંસક બન્યું છે. જેમાં આધે ધોલપુર જિલ્લામાં આવેલ આગ્રા-મોરેના હાઇવે કેટલાંક પ્રદર્શનકારીઓએ બ્લોક કર્યો હતો

ઉપરાંત પોલીસ કાફલા પર હુમલો અને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યના ઘણાં વિસ્તારોમાં રેલવે ટ્રેક પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા કિરોડી સિંગ બૈસલાએ સરકાર સાથેની વાટાઘાટ બાદ પણ રેલવે ટ્રેક પર બેસી આંદોલન ચાલુ રાખ્યુ છે.

આંદોલનકારીઓએ રાજસ્થાનના મહત્વના શહેરોને જોડતા હાઇવે આજે સવારથી બ્લોક કર્યા હતા. ધોલપુર જીલ્લામાંથી નીકળતા નેશનલ હાઇવે નં-૩ને કેટલાંક આજે સવારથી પ્રદર્શનકારીઓએ બાનમાં લીધો હતો. ત્યાં પહોંચેલા પોલીસ કાફલા પર પથ્થરમારો થતા ચાર પોલીસકર્મી ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને જવાબમાં પોલીસે ટિયર ગેસના શેલ છોડયા હતા.

જેના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણ પોલીસ જીપ અને એક પોલીસ બસને આગ ચાંપી હતી. આ દરમિયાન કેટલાંક અજાણ્યા શખ્સોએ હવામાં સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. જો કે આંદોલનકારીઓએ એમ્બ્યુલન્સ, દર્દી તેમજ સગર્ભાને દવાખાને લઇ જઈ રહેલા ખાનગી વાહનોને રસ્તો કરી આપ્યો હતો. 

તો બીજી તરફ કિરોડી સિંહ અને અન્ય આંદોલન સમિતિના અન્ય નેતાઓ સવાઇ માધોપુર જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર આંદોલન કરી રહ્યા છે. જેના કારણે ૨૫૦થી પણ વધુ ટ્રેનોના સમય માળખામાં અસર થઇ છે. આ વિસ્તારમાંતી પસાર થતી ૨૦થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ સમગ્ર પરિસ્થિતિ વિશે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નિવેદન આપ્યું છે કે આંદોલન કરવું એ યોગ્ય બાબત છે, પરંતુ રેલવે ટ્રેક અને રસ્તાઓ બ્લોક કરવા યોગ્ય નથી. 

આંદોલકારીઓએ સરકાર સાથે વાટાઘાટો કરવી જોઈએ અને સરકાર તેમને સાંભળવા માટે હંમેશા તૈયાર છે. ધોલપુરના બનાવ અંગે ગેહલોતનું કહેવું છે કે આંદોલનમાં હવે અસામાજીક તત્વો પણ આવી ગયા છે. 

Related posts

COVID-19 શ્રદ્ધાળુઓ વગર જ જગન્નાથ રથયાત્રા કાઢવાનું સૂચન, સમિતિએ કરી લાઈવ પ્રસારણની ભલામણ

Mansi Patel

કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરનારું આ દેશનું પહેલું રાજ્ય બન્યુ, મોટી ઉપલબ્ધિ મેળવી

Mansi Patel

આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલિસકર્મી કોરોના પોઝિટિવ, 26ના મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!