GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

વિશાખાપટ્ટનમમાં વધુ એક વખત ગેસ લીકનો બનાવ બન્યો, બે લોકોના નિપજ્યાં કરૂણ મોત 4 ગંભીર રીતે થયા ઘાયલ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વધુ એક વખત ગેસ લીકનો બનાવ બન્યો છે..જેમાં બે લોકોના માર્યા ગયાના અહેવાલ છે..પરવદા સ્થિતિ જવાહરલાલ નેહેરુ ફાર્મા સીટીમાં ગેસ લીક થયો છે. ગત 20 જુનની મોડી રાતે દવા બનાવતી સૈનોર લાઈફ સાઈન્સેઝ પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીમાંથી ઝેરી ગેસ લીક થયુ છે. બેન્ઝી મેડિકોલ નામનો ઝેરી ગેસ લીક થયો છે.

બેન્ઝી મેડિકોલ નામનો ઝેરી ગેસ લીક થયો

તેની ઝપેટમાં કંપનીમાં કામ કરતા છ લોકો આવયા હતા જેમાં બે લોકોના મોત થયા.જ્યારે ચાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા વિશાખા પટ્ટનમમાં પણ ગેસ લીકની ઘટના બની હતી.

સ્થિતિ કાબૂમાં

પ્રાપ્ત માહિતી અનુસાર, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં એક દવા કંપનીમાં ગેસ લીક થવાના કારણે અત્યાર સુધી 2 કર્મચારીઓના મોત થઇ ચુક્યા છે અને 4 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના સેનલ લાઇફ સાયંસેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની છે. અહીં બેન્ઝીમિડેઝોલ ગેલ લીક થઇ છે. પોલીસે જણાવ્યા અનુસાર, જે લોકોના મોત થયા છે તે સાઇટ પર હાજર હતા. ગેસ બીજે ક્યાંય ફેલાયો નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે.

સતત થઇ રહ્યાં છે ગેસ કાંડ

ગત બે મહિનામાં ફેક્ટ્રીમાં ગેસ લીકની આ ત્રીજી ઘટના છે. વિશાખાપટ્ટનમના વિજાગમાં ગેસ લીક થવાથી 11 લોકોના મોત થયાં હતા. આ ઘટના 8મેની છે. 27 જૂને કુર્નૂલમાં દુર્ઘટના ઘટી હતી. જેમાં કંપનીના મેનેજરનું મોત થયું હતું અને અન્ય ત્રણ કર્મી બીમાર થયા હતા.

READ ALSO

Related posts

મહિલા પોલીસ કર્મી સુનિતા યાદવે લગાવ્યા ગંભીર આક્ષેપો, મારી પર કરવામાં આવી રહ્યું છે દબાણ

pratik shah

કોંગ્રેસ પાયલોટ સહિતના ધારાસભ્યોને નોટિસ ફટકારશે : ભાજપ થઈ એક્ટિવ, આજે કરશે બેઠક

Harshad Patel

સુનિતા યાદવે સોશિયલ મીડિયા પર રજૂ કરી વાત, નવો ખુલાસા કરવાનો કર્યો દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!