GSTV

વિસાવદર પંથકમાં તાઉ-તે વાવાઝોડાના કહેરથી હજારો વીજપોલ થયા ધરાશાયી, સિંહની ડણક અને દીપડાનો ડર સતાવી રહ્યો છે કર્મચારીઓને

Last Updated on June 3, 2021 by pratik shah

વિસાવદર પંથકમાં તાઉ-તે વાવાઝોડાના કહેરથી હજારો વીજપોલ ધરાશાયી થયા છે. બીજી તરફ અઢળક ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત થઇ ગયા છે. આ સ્થિતીમાં સમગ્ર પંથકમાં અંધકાર જવી સ્થિતી છે. આ વિકટ સ્થિતીમાં પીજીવીએસએલના કર્મચારીઓ અને મજૂરો ડર ભર્યા માહોલ પણ કરી રહ્યા છે રિપેરીંગ કામ. આખરે શેનો ડર સતાવી રહ્યો છે આ કર્મચારીઓને જોઇએ આ અહેવાલમાં

  • અંધકાર વધુ ઘેરો બન્યો છે
  • કેમકે વીજ પુરવઠો નથી ઉપરથી છે જંગલ વિસ્તાર..
  • સિંહની ડણક
  • અને દીપડાનો ડર

આ વીજ કર્મચારીઓ અને મજુરોને ડરાવી રહ્યો કેમકે એક તો વિકટ પરિસ્થિતી છે દિવસ રાત કામ કરીએ તો જ ઝડપથી વીજપુરવઠો મળી શકે તેવી સ્થિતી છે જેથી આ વીજ કર્મચારીઓ અને મજુરો ધોકા લઇને વીજપોલ ઉભા કરી રહ્યા છે કેમકે ન જાણે ગમે ત્યારે ગમે ત્યાંથી જંગલી જનાવર આવી ચઢે તો સ્વબચાવ કરી શકાય.

  • આ વિસ્તાર વિસાવદર પંથકનો..
  • અહીં જૂનાગઢ જિલ્લાના મુખ્ય તમામ અધિકારીઓએ વિસાવદર કેમ્પ કરવો પડ્યો છે..
  • સાથોસાથ દરરોજ ટ્રક મોઢે માલ સામાન લાવવો પડી રહ્યો છે..

કેમકે વિસાવદર પંથકમાં 9000 પોલ અને 1200 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થઈ ગયા છે તેને નવા નાખવાની કામગીરી કરવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી વીજતંત્રના કોન્ટ્રાક્ટરોની ટીમો બોલાવવામાં આવી છે ૭૦૦ થી વધુ લોકો કામગીરી કરી રહ્યા છે. ને બપોરે સ્થળ પર જ ભોજન મળે તેવી વ્યવસ્થા સાથે, તડકો હોય કે રાત્રિનો અંધકાર સતત કામગીરી કરવામાં આવી રહી છે, અહીં સ્થિતી એવી છેકે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત માંથી પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના શ્રમિકો ની ટીમો ઉતારાઇ છે જેઓ વિસાવદરની ભૌગોલિક પરિસ્થિતિ અને વન્ય પ્રાણીની જાણકારી ન હોય જેથી દરેક ટીમ ની અંદર સ્થાનિક અધિકારીઓ સાથે રહે છે.

સિંહ દીપડાઓને ભયાનકતા તેની અવરજવર તેની હિલચાલ પર સૌથી વધુ સ્થાનિક ખેડૂતોને તેની જાણકારી હોય છે જેથી રાત્રિના સમયે કામ કરતા લોકોને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખુદ ખેડૂતો પણ વીજતંત્ર ને મદદરૂપ થઈ રહ્યા છે..

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!