વિસાવદર શહેરના રહેણાંક વિસ્તારમાંથી છેલ્લા આઠ દિવસમાં મગરના ચાર બચ્ચા પકડાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. વિસાવદરથી જૂનાગઢ રોડ પર નોબલ સ્કૂલ પાસેથી છ દિવસ પહેલાં મગરનું બચ્ચું પકડાયું હતું. ત્યાં ફરી એક મહિનાનું મગરનું બચ્ચું એક ઘર પાસે મળી આવ્યું. સ્થાનિકોએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજ રિબડીયાને જાણ કરતા તેમણે સ્થળે જઈને મગરના બચ્ચાંને પકડી લીધું હતું. અને તેને માડાવડ નજીકના ધ્રાફડ ડેમમાં સલામત રીત છોડી દીધું હતું. આ જ વિસ્તારમાં વનવિભાગે બે બચ્ચાને પકડ્યા હતા. અને હજુ પણ વધુ બચ્ચાં હોવાની આશંકાથી બાળકો સહિત સ્થાનિકોમાં ડર ફેલાયો છે.

Related posts
