GSTV
Home » News » Video: અહીં રંગોથી નહીં જૂતાથી રમાય છે હોળી, જેને વાગી ગયું સમજો વર્ષ સુધરી ગયું

Video: અહીં રંગોથી નહીં જૂતાથી રમાય છે હોળી, જેને વાગી ગયું સમજો વર્ષ સુધરી ગયું

દેશભરમાં ભલે રંગોથી ધૂળેટી પર્વની ઉજવણી થતી હોય. પરંતુ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા એટલે કે જૂતા મારીને ઉજવવામાં આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગી જાય તેનું સમગ્ર વર્ષ ખુબ સારૂ જાય છે. શહેરના મંડી બજાર વિસ્તારમાં યોજાતી ખાસડાયુધ્ધની ઊજવણીમાં આજે પણ અબાલ અને વૃદ્ધ બને જોડાય છે.

જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ધૂળેટીના દિવસે ૧૦૦ વર્ષથી વિસનગર વાસીઓએ હજુ પણ આ પરંપરાને સાચવી રાખી છે.  

Read Also

Related posts

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને યુપી મોકલવામાં આવ્યા

Nilesh Jethva

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!