વિશાખાપટ્ટનમમાં એલજી પોલીમર્સ કંપનીના પ્લાંટમાં ગેસ લીક મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કંપનીના સીઈઓ, ટેકનીકલ ડાયરેક્ટર સહિત 12 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, 7 મેના રોજ વિશાખાપટ્ટનમમાં એલજી પોલીમર્સ કંપનીના એક પ્લાંટમાં ગેસ લીક થવાના કારણે 11 લોકોના મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટના એટલી મોટી હતી કે, ગેસની ઝપેટમાં આવતા લોકો રસ્તા ઉપર પડવા લાગ્યાં હતાં.
કલાકોની મહેનત બાદ કાબુ મેળવાયો
કલાકોની મહેનત બાદ તેના ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફેક્ટરીની આસપાસથી 3 હજાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વિશાખાપટ્ટનમ નગરનિગમના કમિશ્નર શ્રીજના ગુમ્મલ્લાના જણાવ્યા પ્રમાણે, લીકેજની શરૂઆત 7 મેના રોજ સવારે 2.30 વાગ્યાથી થઈ હતી. ગેસ લીકેજની ઝપેટમાં આસપાસના સેંકડો લોક આવી ગયા હતા. તો કેટલાક લોકો બેહોશ થઈ ગયાં હતાં. એલજી પોલીમર્સ ઈન્ડસ્ટ્રીની સ્થાપના 1961માં હિન્દુસ્તાન પોલીમર્સના નામથી કરવામાં આવી હતી. 1978માં યુબી ગ્રુપના મૈકડોવલ એન્ડ કંપની લિમિટેડમાં હિન્દુસ્તાન પોલીમર્સનું વિલીનીકરણ થયું અને પથી એલજી પોલીમર્સ ઈન્ડસ્ટ્રી થઈ ગઈ. આ પહેલા પણ આ મામલે કંપની એલજી પોલીમર્સની દોષિત સાબિત થઈ ચુકી છે.

- મોદી સરકારની દરખાસ્ત ખેડૂતોએ ફગાવી/ કૃષિ કાયદા રદ કરવાની માગ પર અડગ રહ્યા ખેડૂત સંગઠન
- CM રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે કર્યું રૂપિયા 5 લાખનું દાન
- VI ના ગ્રાહકો માટે ખુશખબરી! આ એપથી ફ્રીમાં કરો ડૉક્ટર સાથે કન્સલ્ટેશન, ફોન પર જ ખબર પડી જશે શું છે બીમારી
- ગરીબોના સપના કેજરીવાલ પુરા કરશે/ 2025 સુધીમાં 89,400 ફ્લેટ્સ બનાવશે, દરેકને મળશે પાક્કુ મકાન
- JBL C115 TWS ઈયરબડ્સ ભારતમાં લૉન્ચ, મળશે 21 કલાકનું બેટરી બેકઅપ, જાણો શું રહેશે કિંમત…