તમારે વિદેશ જવું છે? તો ઇમિગ્રેશન ઓફિસ નહિં પરંતુ અહિં મળશે વિઝા

visa temple in hyderabad

કોઈ પણ વ્યક્તિને વિદેશ જવા માટે કઈ-કઈ વસ્તુઓની જરૂર પડે? પહેલું તો પાસપોર્ટ અને બીજુ વિઝા. જો કે પાસપોર્ટ તો જલ્દી બની જાય છે, પણ વિઝા માટે લોકોને ખુબ ધક્કા ખાવા પડે છે. ભારતમાં વિવધ ધર્મો-સંપ્રદાયો અને અલગ-અલગ માન્યતા ધરાવતા લોકો વસે છે. તેલંગાણાંનાં એક મંદિરમાં એવી માન્યતા છે કે, રમકડાનું વિમાન ચડાવવાથી લોકોને જલ્દી વિઝા મળે છે. તેમજ વિદેશ જવાનું સપનુ પુર્ણ થાય છે.

આ મંદિર તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી લગભગ ચાલીસ કિલોમીટર દુર છે. આ મંદિર ચિલ્કુર બાલાજી મંદિરનાં નામે ઓળખવામાં આવે છે. લોકોનું માનવું છે કે વિઝા મેળવવા માટે ઇમીગ્રેશન વિભાગનાં ધક્કા ખાવા તેનાં કરતા એક વખત ચિલ્કુર બાલાજી મંદિરમાં આવીને વિમાન ચડાવવામાં આવે. જેનાથી વિઝા સરળતાથી મળી જાય છે. આ મંદિરને વિઝા વાળા મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિરમાં સારી નોકરી મળવાની બાધઆ લઈને લોકો આવે છે.  લોકોમાં માન્યતા છે કે મંદિરનાં 11 ચક્કર લગાવવાથી માંગેલી કામનાં પુર્ણ થાય છે.બાધા પુર્ણ કરવા માટે લોકો આ મંદિરનાં 108 વખત પરિક્રમા કરે છે.  

500 વર્ષ જુના આ મંદિરનો ઇતિહાસ અત્યંત રોચક છે. વેંક્ટેશ બાલાજીનાં એક ભક્ત રોજ પગપાળા ચાલીને તેમનાં દર્શન માટે તિરૂપતિ બાલાજી મંદિર આવતા હતાં. અચાનક એક દિવસ તે ભક્તની તબિયત ખરાબ થઈ ગઈ. તેવામાં અચાનક બાલાજી અચાનક તે ભક્તનાં સપનામાં આવ્યા. તેમજ કહ્યું કે તમારે દર્શન કરવા માટે બહુ દુર જવાની જરૂર નથી.હું તમારી પાસે જ ઝંગલમાં રહું છું.

આગલા દિવસે બાલાજી ભક્ત સુચિત જગ્યા પર પહોંચ્યા ત્યારે તેમને ઉપસેલી જમીન દેખાઈ. ત્યારબાદ ભક્તોએ ત્યાં ખોદકામ શરૂ કર્યુ તો જમીનમાંથી લોહી વહેવા લાગ્યું. ત્યારે આકાશવાણી થઈ કે  આ ભૂમિને દૂધથી નવડાવીને ત્યાં એક મૂર્તિની સ્થાપના કરવામાં આવે.ભક્તો એ ત્યાં બાલાજી ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હતી.આ જ મંદિર ચિલ્કુર બાલાજી તરીકે મશહુર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter