GSTV
Gujarat Government Advertisement

ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન ઉપર હવે ચાર્જ વસૂલાશે

Last Updated on August 21, 2019 by

ગ્લોબલ કાર્ડ પેમેન્ટ ગ્રૂપ વિઝા હવે ડેબિટ કાર્ડના ટ્રાન્જેક્શનને લઈને ચાર્જ વસુલવાની યોજના ધરાવે છે એવું કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ગત મહિને નાણા મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે, ડેબિટ કાર્ડ અને અન્ય ડિજિટલ મોડ દ્વારા રૂ.પ૦ કરોડ કરતા વધારે વાર્ષિક ટર્નઓવરના બિઝનેસને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટની ચુકવણી કરવામાં આવશે નહિં.

ડિસ્કાઉન્ટ રેટ મર્ચન્ટ દ્વારા બેન્કો, કાર્ડ પેમેન્ટ નેટવર્ક અને અન્ય નાણાકીય સંસ્થાને ચુકવવામાં આવે છે. ડેબિટ કાર્ડની ફી સરેરાશ ૦.૪૦ ટકાથી ૦.૮૦ ટકાની વચ્ચે હોય છે એવું ઈન્ડસ્ટ્રીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું.

વિઝાના ભારત અને સાઉથ એશિયાના હેડ રામચંદ્રાએ જણાવ્યુ કે, મને તર્ક થોડો ખોટો લાગે છે કારણે ખર્ચ મફત નથી હુ નીચા અર્થશાસ્ત્રમાં મક્કમ વિશ્વાસ કરૂ છું. બજેટની સ્પિચમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યુ હતુ કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્કને લાગે છે લોકો સેવિંગ કરવા માટે ડિજિટલ પેમેન્ટ તરફ સિફ્ટ થઈ રહ્યા છે.

ચાલુ વર્ષે મેમાં આશરે ૯ર૪૯ લાખ ડેબિટ કાર્ડ ભારતના સરક્યુલેશનમાં ઉપસ્થિત હતા તેની તુલનાએ ૪૮૯ લાખ લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે એવું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!