GSTV

વાયરસ છે અત્યંત ઘાતક/ શરીરના આ અંગને પહોંચાડે છે ખુબ નુકશાન, મોટી વયના લોકોને વધુ જોખમ: ચેતી જજો!

સાંમાન્ય ન્યૂમોનિયા કરતાં કોરોના વાયરસના સંક્રમણ બાદ થતો ન્યૂમોનિયા વધુ ઘાતક છે.કોરોનાના સંક્રમણના ગણતરીના દિવસોંમાં દર્દીના ફેફસાને વ્યાપકપણે નુકશાન થાય છે. અમદાવાદ સિવિલના તબીબોનું કહેવુ છેકે, કોરોનાના દર 100 દર્દીઓ પૈકી 60 દર્દીઓમાં ફેફસાનું ઓછુ વત્તુ ઇન્ફેકશન જોવા મળે છે. જોકે, એક્સ-રે કરતાં સીટી સ્કેનમાં ફેફસામાં કેટલી હદે સંક્રમણ થયુ છે તેનુ ચોક્કસ નિદાન થાય છે.

દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે જેના કારણે અમદાવાદ સિવિલમાં ફરી એકવાર આઇસીયુ સહિતના વોર્ડ ફુલ થયા છે. ખાસ કરીને કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. 1200 બેડની મેડીસીટીમાં રોજ કોરોનાના દર્દીઓના 300 એક્સ-રે , 100 સીટી સ્કેન અને 40થી વધુ કેસોમાં સોનોગ્રાફી વિનામૂલ્યે થાય છે. સિવિલના રેડિયોલોજી વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.પંકજ અમીનનું કહેવું છેકે, કોરોનાના વાયરસ ગળાના ભાગથી નીચે તરફ ઉતરે જેથી ફેફસામાં ઇન્ફેકશન થાય છે.

દર સો દર્દીઓ પૈકી 60 દર્દીઓમાં ફેફસામાં ન્યૂમોનિયાની ઓછા વત્તે અસર જોવા મળી રહી છે તેંમાં ય એક્સ-રે કરતાં સીટી સ્કેનમાં ચોક્કસ નિદાન થાય છે . કોરોનના સંક્રમણ બાદ દર્દીના ફેફસાને 10થી માંડીને 80 ટકા સુધી ઇન્ફેકશન થાય છે. જો તાકીદની સારવાર મળે તો ન્યૂમોનિયાને કાબૂમાં લઇ શકાય છે. 

સિવિલમાં એક્સ-રેથી માંડીને સીટી સ્કેન વિનામૂલ્યે કરાય છે. હાલમાં દર્દીને એક્સરે-સીટી સ્કેન તાકીદે થાય તે માટે સિવિલમાં ત્રણ ડોક્ટરોની બે ટીમ દિવસ રાત કામ કરે છે. યુવાઓ કરતાં 60થી વધુ વયના હોય, ડાયાબિટીસ , કેન્સર અને હાર્ટના દર્દીઓ માટે કોરોના જોખમી પુરવાર થાય છે કેમકે, કોરોનાના સંક્રમણ બાદ ગણતરીના દિવસોમાં જ દર્દીના ફેફસામાં ઇન્ફેકશન વધે છે. કોરોના વાયરસથી થતો ન્યૂમોનિયા વધુ ઘાતક છે.

કેટલાંક કિસ્સામાં દર્દીના બંને  ફેફસાને નુકશાન થાય છે ત્યાર બાદ થતાં દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બને છે. એવુ જોવા મળ્યુ છેકે, શરૂઆતના દિવસમાં ન્યુમોનિયાના ઓછીવત્તી અસર હોય છે પણ કોરોના વાયરસ એટલી હદે ઝડપથી પ્રસરે છેકે, માત્ર બે-ચાર દિવસમાં અડધોઅડધ ફેફસામાં સંક્રમણ થાય છે. આમ, કોરોનાના દર્દીઓમાં ઓછા વત્તે અંશે પણ ન્યૂમોનિયાની અસર જોવા મળે છે.

READ ALSO

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો

pratik shah

ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો

Pritesh Mehta

રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!