GSTV

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Last Updated on September 18, 2021 by Vishvesh Dave

મુંબઈના 86.64 ટકા લોકોમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ લડવા માટેની એન્ટિબોડી મળી છે. જેમાં 85.07 ટકા પુરુષ અને 88.29 ટકા મહિલાઓ સામેલ છે. આ માહિતી મુંબઈમાં થયેલા પાંચમા સીરો સરવેમાં સામે આવી છે. જેમાં અગાઉના ચારેય સીરો સરવેના રેકોર્ડ તૂટ્યા છે.

બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે એન્ટિબોડી ધરાવતા લોકોની સંખ્યામાં થયેલા વધારા મુદ્દે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, પાંચમા સીરો સરવેમાં સામેલ 65 ટકા નાગરિકોએ વેક્સિન લીધી હતી.  પરંતુ તેમણે નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના પણ આપી હતી.

વેક્સિન લેનારામાં 90.26 ટકા લોકોમાં એન્ટિબોડી મળી છે. વેક્સિન ના લેનારા 79.86 ટકા લોકોમાં પણ એન્ટિબોડી મળી હતી. આ ઉપરાંત 87.14 ટકા હેલ્થ વર્કર્સમાં એન્ટિબોડી મળી છે. આ સર્વે 12 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2021 ની વચ્ચે 8,674 લોકો પર કરવામાં આવ્યો હતો.

જોકે સરવેના પરિણામ સાથે બીએમસીએ જણાવ્યું કે, એન્ટિબોડી કેટલો સમય સુરક્ષા આપશે તેની ગેરન્ટી ના આપી શકાય. તેથી લોકોએ જાગૃત રહેવું પડશે.

ALSO READ

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!