GSTV
Home » News » એ દેશ જ્યાં નોકરી આપતા પહેલાં છોકરીઓનો કરાય છે વર્જીનિટી ટેસ્ટ

એ દેશ જ્યાં નોકરી આપતા પહેલાં છોકરીઓનો કરાય છે વર્જીનિટી ટેસ્ટ

સમગ્ર વિશ્વમાં એકતરફ મહિલા સશક્તિકરણની ચર્ચા છે અને બીજી બાજુ ઘણા દેશો આ બાબતમાં અંધકાર યુગમાં જીવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ઇન્ડોનેશિયામાં, મહિલાઓને પોલીસમાં દાખલ કરવા માટે ‘ટુ ફિંગર ટેસ્ટ’ એટલે કે ‘વર્જિનિટી ટેસ્ટ’ કરવું પડે છે. આ ટેસ્ટમાં, વજાઈનામાં બે આંગળીઓ મૂકી, તે જોવામાં આવે છે કે હાઈમનન તૂટી ગયુ છે કે નહીં. હાઈમનનું ન તૂટવુ તે જાતીય સંબંધ ન હોવાનો પુરાવો માનવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સાઓમાં, હાયમન કસરત અથવા અકસ્માતના કારણે તૂટી પણ શકે છે.

ઇન્ડોનેશિયન પોલીસના જણાવ્યા અનુસાર, પરીક્ષણની જરૂર છે એટલા માટે છે કારણ કે ‘સારી છોકરીઓ’ જ સારી પોલીસ બની શકે છે. તેમના કહેવા પ્રમાણે, એક સારી છોકરી એવી છે જેણે સેક્સ નથી કર્યું. આ ટેસ્ટ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે પરંતુ નિયમો ક્યાંય લખાયેલા નથી. જો કે, માનવાધિકાર સંસ્થાઓના દબાણને કારણે ઇન્ડોનેશિયામાં આ ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ હજી પણ પોલીસમાં મહિલાઓની ભરતી માટે આ ટેસ્ટ ચાલુ છે. ગયા વર્ષે ઓકલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીનો એક અભ્યાસ પ્રકાશિત થયો હતો, જે મુજબ અહીંની મહિલાઓની પોલીસ ભરતીમાં હજી પણ વજાઈના અને હાઇમન ટેસ્ટ ફરજિયાત છે.

હ્યુમન રાઇટ્સ વૉચ સંસ્થાના એન્ડ્રેસ હાર્સોનોએ ઓસ્ટ્રેલિયન મીડિયા એબીસીને આપેલાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં લોકો એવી મહિલા પોલીસ પર વિશ્વાસ કરવામાં અસમર્થ છે કે જેની સેક્સ લાઇફ સક્રિય છે અથવા જે ક્યારેય જાતીય કાર્ય સાથે સંકળાયેલ છે. આ સમાચાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયા છે.

આફ્રિકા- વર્જિનિટી ટેસ્ટ, દક્ષિણ આફ્રિકાની ઝુલુ સંસ્કૃતિનો એક ભાગ છે. આ સંસ્કૃતિના સ્થાપક, નોમાગગુ નગોબસેએ જણાવ્યું હતું કે આ ટેસ્ટ આપણો પહેલો અને મુખ્ય ધર્મ છે. તે આપણા સ્વદેશી લોકોના પાલન-પોષણ માટેનું કેન્દ્ર છે. જ્યારે આપણે પ્રાર્થના માટે પર્વતો પર જઈએ છીએ, અને શુદ્ધ હોય ત્યારે દેવતાઓ સાથે સંવાદ કરવો સરળ રહે છે. અમારા વર્જીનિટી ટેસ્ટર્સ જ્યારે લગ્ન પછી પણ ઈન્સ્પેક્શન માટે જાય છે ત્યારે તેઓ સેક્સને ટાળે છે. કારણ કે તે છોકરીઓને અશુદ્ધ કરવા માંગતી નથી.

તુર્કી- વિશ્વના આ ખૂણામાં, વર્જીનિટી ટેસ્ટ હિંસાના સ્વરૂપમાં થાય છે. તુર્કીના ડોક્ટર અને એન્ટિ-વર્જિનિટી ટેસ્ટિંગ કેમ્પેનર સાહિકા યકસલના જણાવ્યા અનુસાર, વર્જિનિટી ટેસ્ટ અહીં ખાનગી ટેસ્ટ નથી. આ ટેસ્ટ કૌટુંબિક સન્માનની કસોટી છે. કારણ કે વર્જીનિટી સ્ત્રી માટે મૂલ્યવાન સંપત્તિ જેવું છે. જેને તેણે લગ્ન કરવા માટે બચાવવી પડશે. સાહિકા કહે છે, કેટલાક એવા કિસ્સા પણ હતા કે જેમાં છોકરીઓ પરિવારની અપેક્ષા પૂરી ન કરે તો તેઓને સજા કરવામાં આવતી હતી. યુવતીની હત્યા પણ કેટલાક ગંભીર કેસમાં કરવામાં આવી હતી.

ભારત –ટૂ ફિંગર ટેસ્ટ’ ભારતમાં દુષ્કર્મ પિડીતા પર કરાતો હતો. દુષ્કર્મ બાદ આ ટેસ્ટમાં જોવામાં આવતુ હતુકે, દુષ્કર્મ પિડીતા સેક્સુઅલી એક્ટિવ છે કે નહી. 2013માં સુપ્રિમ કોર્ટે આ ટેસ્ટ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

ઈરાન– ઈરાનમાં રાજકીય અસહમતિ નોંધાવતા લોકોની સામે હિંસાનાં રૂપમાં વર્જિનિટી ટેસ્ટ કરાતો હતો. એમનેસ્ટી ઈન્ટરનેશનલ રિપોર્ટસ મુજબ, કેદ કરાયેલી કાર્ટૂનિસ્ટ અટેના ફરગાદની પર વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કારણકે તેણે ગેરકાયદેસર સેક્સની સામે મામલો નોંધાવ્યો હતો.

અફઘાનિસ્તાન- વર્જીનિટી ટેસ્ટની પ્રેક્ટિસ અહીં પણ વ્યાપક રૂપમાં ફેલાયેલી છે. આ એશિયાનાં ઘણા બધા હિસ્સામાં છે. જેમાં આફ્રિકા, મિડલ ઈસ્ટનાં દેશોનો સમાવેશ થાય છે. અફઘાનનાં કલ્ચરમાં લગ્ન પહેલાં છોકરીઓની વર્જિનિટીને પરિવારનાં સન્માન સાથે જોડવામાં આવે છે.

ઈજીપ્ત – અહીંયા પણ 2011માં તહરીર સ્કેવરમાં પ્રોટેસ્ટ દરમ્યાન મહિલા પ્રદર્શનકારીઓને વર્જિનિટી ટેસ્ટ કરાવવા માટે મજબૂર કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!