ક્યારેય શારીરિક સંબંધ બાંધ્યો નથી છતાં યુવતીએ આપ્યો બાળકને જન્મ, હદ તો ત્યારે થઇ જ્યારે…

ચીનમાં એક યુવતી ગર્ભવતી થવાની અજીબો ગરીબ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. ચીનના ગુઈયાંગમાં એક યુવતી પેટ દર્દની ફરિયાદ લઈને જ્યારે હોસ્પિટલ પહોંચી તો અચાનક તેમે ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે. જોકે શરૂઆતમાં યુવતીએ ડોક્ટરની વાતો પર ભરોસો કરવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે તેનો કોઈ બોયફ્રેન્ડ નથી અને તેણે ક્યારેય કોઈની સાથે સંબંધ નથી બાંધ્યો.

ડોક્ટરે જ્યારે તેને કહ્યું કે બની શકે છે કે નશાની હાલતમાં તેણે કોઈના સાથે સંબંધ બંધ્યો હોય, તો યુવતીએ જણાવ્યું કે તે ક્યારેય નશો નથી કરતી અને ક્યારેય દારૂ નથી પીતી. ડોક્ટરને આ મામલામાં એટલે આશ્ચર્ય થયું કારણ કે યુવતી ભણેલી હતી અને તેમ છતા આમ બોલી રહી હતી. ડોક્ટરો અનુસાર પહેલા પણ આવા કેસ આવ્યા છે જ્યારે છેક ડિલિવરી સમયે મહિલાને ખબર પડે કે તે પ્રેગ્નેન્ટ છે. આ યુવતીનું વજન વધારે હતું અને તેને પીરિયડ્સ પણ સામાન્ય આવતા હતા. માટે તેને ખબર ન રહી કે તે પ્રેગ્નેન્ટ છે.

યુવતીએ ડોક્ટર પાસે જીદ પણ કરી કે તેનો વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે કારણ કે તેણે ક્યારેય સંબંધ નથી બાધ્યો. તેને આ વાત માટે ડોક્ટરને મનાવવામાં ધણો સમય લાગ્યો. અને અંતે સી સેક્શનની મદદથી બાળકની ડિલિવરી થઈ. પરંતુ તેણે બાળકને રાખવાથી ઈનકાર કરી દીધો. હોસ્પિટલે તેના પેરેન્ટ્સને બાળક સોંપી દીધુ. હાલમાં તેના પરિવારે એ નક્કી નથી કર્યું કે બાળકને એડોપ્શન માટે આપવામાં આવે કે નહીં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter