GSTV

વિરુએ પોતાની સ્ફોટક બેટિંગનું રહસ્ય ખોલ્યું, ટ્વિટર પર ફોટો શેર પર ફેંસે આપ્યું રિએક્શન

વિરુ

Last Updated on April 13, 2020 by Bansari

હાલમાં સમગ્રવિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ભારતમાં કોરોના સામે લડવા 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકો કંટાળી ન જાય તે માટે પ્રસારણ મંત્રાલય દ્વારા રામાયણ, મહાભારત જેવી સિરીયલ ચાલુ કરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. ત્યારે હાલમાં રામાયણના દૃશ્યો જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે સોશ્યલ મીડિયા પર રમૂજી ટ્વીટ કરીને સીરિયલ રામાયણમાં અગંદના પગના દૃશ્યની તસવીર પોસ્ટ કરી છે.

વિરેન્દ્ર સેહવાગે પોતાની બેટિંગ કેવી રીતે પાવરફૂલ બની તેનું રહસ્ય બતાવતાં ટ્વિટર પર શેર કર્યું કે તેણે કેવી રીતે તેની બેટિંગ માટે અંગદ પાસેથી પ્રેરણા લીધી હતી. વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ કર્યું હતું, મેં તો મારી બેટિંગની પ્રેરણા અહીંથી લીધી હતી. પગ હલાવવું મુશ્કેલ જ નહીં , અશક્ય છે… અંગદ જી રોક્સ. ‘

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકો તેમના ઘરે જ છે, તેથી દર્શકોના મનોરંજન માટે, દૂરદર્શન તેની જૂની સિરીયલોનું ફરીથી પ્રસારણ કરે છે. તે 90 ના દાયકામાં પ્રસારિત થનારી રામાયણનું પણ પુનઃ પ્રસારણ કરાવી રહી છે. રવિવારે રામાયણ એપિસોડમાં, એવું દર્શાવવામાં આવ્યું હતું કે, અંગદ યુદ્ધ પહેલા રાવણ છેલ્લી વખત રામના સંદેશવાહક તરીકે રાવણના દરબારમાં જાય છે. રાવણે દરબારમાં બધાએ અંગદનો પગ હટાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કોઈ સફળ થઈ શક્યું નહીં. મુલ્તાનના સુલતાન’ તરીકે ઓળખાતા સેહવાગે તેના સમયમાં ક્રિકેટના મેદાન પર બોલોરોની ખૂબ ખબર લઈ નાંખી હતી. અને હવે ‘લોકડાઉન’ ના દિવસોમાં પણ તે તેના ચાહકોની સંભાળ લઈ રહ્યો છે. જીવલેણ કોરોના વાયરસને કારણે 21 દિવસનું લોકડાઉન ભારતભરમાં ચાલુ છે. બધાં તેમના ઘરે ‘કેદ’ છે.

Read Also

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!