GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

વીરેન્દ્ર સેહવાગના નામે છે ટેસ્ટ ક્રિકેટનો આ નાયાબ રેકોર્ડ, જે આજ સુધી કોઇ તોડી નથી શક્યું

સેહવાગ

ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ મેદાન પર આવે ત્યારે પ્રેક્ષકો ખુશ થઈ જતા હતા કેમ કે સેહવાગ હંમેશાં આક્રમક બેટિંગ કરીને તેમનું મનોરજન પૂરૂં પાડતો હતો. મેચ કે ઇનિંગ્સમમા પહેલા બોલે જ બાઉન્ડ્રી ફટકારવા માટે સેહવાગ ઘણો લોકપ્રિય થઈ ગયો હતો. તે મેચના પ્રારંભથી જ હરીફ બોલર પર તૂટી પડતો હતો. સેહવાગે તેની ઝડપી બેટિગ દ્વારા ઘણા રેકોર્ડ સર્જ્યા હતા પરંતુ એક રેકોર્ડ એવો છે જે આજેય અતૂટ છે.

વિરુ

ટેસ્ટમાં સેહવાગની અફલાતૂન સ્ટ્રાઇક રેટ

વન-ડે ક્રિકેટમાં તો તેનો સ્ટ્રાઇક રેટ અફલાતુન છે જ પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ તેનો સ્ટ્રાઇક રેટ અદભૂત છે. ટેસ્ટ મેચમાં તે જે સ્ટ્રાઇક રેટ ધરાવે છે તેવો તો ઘણા દિગ્ગજ બેટ્સમેન વન-ડેમાં પણ ધરાવતા નહીં હોય. આ મામલામાં તેણે જેક્સ કાલિસ, બ્રાયન લારા, રાહુલ દ્રવિડ, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકરાને પાછળ રાખી દીધા છે. એટલે કે સેહવાગે આ તમામના વન-ડેના સ્ટ્રાઇક રેટ કરતાં ટેસ્ટમાં બહેતર સ્ટ્રાઇક રેટ નોંધાવેલો છે. નવાઇની વાત તો એ છે કે ટેસ્ટ ક્રિકેટને સ્લો ક્રિકેટ કહેવાય છે.

આ રેકોર્ડ આજે પણ સેહવાગના નામે

વીરેન્દ્ર સેહવાગે 370 વન-ડેમાં 100ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે તો ટેસ્ટમાં તેણે 104 મેચમાં 82.23ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે. ટેસ્ટ મેચમાં સૌથી સ્ફોટક બેટિંગનો આ રેકોર્ડ આજેય સેહવાગના નામે છે. આ ઉપરાંત ઓછા બોલમાં સદી પૂરી કરવામાં સૌથી વધુ વખત સદી ફટકારવાનો રેકોર્ડ પણ સેહવાગના નામે જ છે. તેણે સાત વખત 100 કરતાં ઓછા બોલ રમીને સદી પૂરી કરી છે.

Read Also

Related posts

અડધુ અમદાવાદ કન્ટેઇનમેન્ટ ઝોનમાં: નવા 167 એરિયા સાથે યાદી લાંબી થઇ, ચેક કરી લો તમારો વિસ્તાર તો નથી ને!

Bansari

WHOએ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તારના દુનિયા સામે કર્યા વખાણ, Corona સામે જંગ પર કહી આ વાત

Arohi

બલદાઇ ગયા છે પાવર ઑફ એટર્નીના નિયમો: આ કામ નહીં કરો તો દસ્તાવેજ નહીં થાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!